Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. પઃ ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૃઆત થઈ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ભરશિયાળી ચોમાસા જેવો માહોલ સર્જયો છે. શિયાળાની સિઝનમાં વરસાદ ખાબકતા વલસાડ જિલ્લાના ખેૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ માવઠાના લીધે શિયાળુ પાકને નુક્સાન પહોંચવાની ભીતિ છે. અત્રે ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી.
ર૦ મી ડિસેમ્બર પછી પારો ૧૧ ડીગ્રીથી નીચે જવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વિય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ડાંગ-સાપુતરા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા ઠંડીનો ચમકારો વધતા વાતાવરણ રોમેન્ટિક બની ગયું છે. ઠંડીના ચમકારાના લીધે સાપુતરાના રસ્તા પર સન્નાટો છવાયો છે. તો બીબજી તરફ પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial