Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમના પ્રસારને સરળ બનાવવા
નવી દિલ્હી તા. પઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમના વ્યાપક પ્રસારને સરળ બનાવવા માટે બુધવારે 'યુપીઆઈ લાઈટ'માં વોલેટની મર્યાદા વધારીને રૃા. પ,૦૦૦ અને પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૃા. ૧,૦૦૦ કરી છે. યુપીઆઈ લાઈટ હેઠળના વ્યવહારો એટલી હદે ઓફલાઈન છે કે તેમને કોઈ 'અધિકંતાના વધારાના પરિબળ'ની જરૃર નથી. આ સિવાય ટ્રાન્ઝેક્શન સંબંધિત એલર્ટ પણ રિયલ ટાઈમમાં મોકલવામાં આવતા નથી.
ઓફલાઈન ચૂકવણીઓ એવા વ્યવહારોનો સંદર્ભ આપે છે જેને મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ અથવા ટેલિકોમ કનેક્ટિવિટીની જરૃર નથી. રિઝર્વ બેંકે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, 'યુપીઆઈ લાઈક' માટેની વધેલી મર્યાદા કોઈપણ સમયે રૃા. પ,૦૦૦ ની કુલ મર્યાદા સાથે ૧,૦૦૦ રૃપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન હશે.
હાલમાં ઓફલાઈન પેમેન્ટમાં ટ્રાન્ઝેક્શનની ઉપલી મર્યાદા પ૦૦ રૃપિયા છે. આ સાથે કોઈપણ સમયે કોઈપણ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ પર ઓફલાઈન ટ્રાન્ઝેક્શનની કુલ મર્યાદા ર,૦૦૦ રૃપિયા છે. રિઝર્વ બેંકે જાન્યુઆરી ર૦રર માં જારી કરાયેલા 'ઓફલાઈન ફેમવર્ક'ની જોગવાઈઓમાં ફેરફાર કર્યો હતો જેથી ઓફલાઈન વ્યવહારોમાં નાના મૂલ્યની ડિજિટલ ચૂકવણીની સુવિધા મળી શકે. આ વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્રિય બેંકે યુપીઆઈ લાઈકની ઓફલાઈન ચૂકવણીની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી.
યુપીઆઈ એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે વપરાશકર્તાઓને ર૪/૭ બેંક વ્યવહારો કરવા દે છે તેમાં બે મુખ્ય ઘટકો છે. યુપીઆઈ અને યુપીઆઈ લાઈટ
યુપીઆઈ તે એક ઓનલાઈન સિસ્ટમ છે, જે ઈન્ટરનેટ કનેક્શન સાથે કામ કરે છે અને પેમેન્ટ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. યુપીઆઈ લાઈટ તે એક ઓફલાઈન ચૂકવણી સિસ્ટમ છે. જે ઈન્ટરનેટ વિના નાના મૂલ્યના વ્યવહારોને મંજુરી આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial