Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદ સભ્ય અને ધારાસભ્યની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૫ઃ દ્વારકા તાલુકામાં જુદા-જુદા ગામડાઓમાં રસ્તા અને નાળા- પુલીયાની સુવિધા માટે સંસદ સભ્ય પૂનમબેન મામડ તથા ધારાસભ્ય પબુભા માણેકની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા રૃા. ૧૦.૫૦ કરોડના રસ્તા-પુલના કામો મંજુર કરાયા છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૪-૨૫, આયોજન સિવાયના કામો મંજુર કરી જોબ નંબર ફાળવાયા છે તે પંચાયત હસ્તક થનાર કામોમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામના ઝાંપાથી ચરકલા હાઈવેથી બાંધલહોના પુલને જોડતા રસ્તાનું ૫.૫૦ કિ.મી.નું ડામરકામ, સી.સી. રોડ તથા નાળાકામ માટે રૃપિયા ૩.૩૦ કરોડ, તેવી જ રીતે ખતુંબા ગામથી મુળવેલ ગામને જોડતા રસ્તાના ૬.૫૦ કિ.મી.ના કામ માટે રૃપિયા ૩.૯૦ કરોડ, સંગાસર ગામથી લિંગારેશ્વર મહાદેવના મંદિર સુધીના રસ્તાનું ૨ કિ.મી.ના કામ માટે રૃપીયા ૧.૨૦ કરોડ અને મોજપ ગામના ફાટકથી ઢોલીવારી માતાજીના મંદિરને જોડતા રસ્તાના ૩.૫૦ કિ.મી.ના કામ માટે રૃપિયા ૨.૧૦ કરોડ મળી જુદા જુદા ચાર કામોનો સમાવેશ થાય છે જે માટે રૃપિયા ૧૦.૫૦ કરોડનો ખર્ચ મંજુર કરતો હુકમ રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
દ્વારકા તાલુકો સાવ છેવાડે આવેલો છે ત્યારે સરકારની શહેરી વિકાસને સમાંતર, ગ્રામ્ય વિસ્તાર વિકાસનો સંતુલીત અભિગમ રહ્યો છે અને તે દિશામાં વિકાસ માટે રોડ, રસ્તા, બિલ્ડીંગ, પુલ, પુલીયા, નાલા, આરોગ્ય કેન્દ્રો, સેવા સદનો વગેરેના કામો થયા છે અને હજુય આવા જરૃરી કામો થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial