Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા સાઈબર ક્રાઈમ, ડ્રગ્સ અને ટ્રાફિક નિયમો અંગે માહિતિ અપાઈઃ
રાજ્યમાં કાયદો અને વ્યવસથાની જાળવણી તેમજ પોલીસ ખાતાની કામગીરીને વધુ પ્રજાભિમૂખ બનાવવા તેમજ જનભાગીદારી દ્વારા આ કામગીરી અસરકારક રીતે થઈ શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આયોજીત સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર તથા જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તથા ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલના અધ્યક્ષસ્થાને મહિલાઓ વધુ સુરક્ષિત અને સશક્ત બને તેવા પ્રયત્નોના ભાગરૃપે મહિલા સુરક્ષા અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સંસ્થામાં અભ્યાસ કરતી ર૦૦ જેટલી વીદ્યાર્થીનીઓ, મહિલા ડોક્ટર્સ અને કર્મચારીગણે ઉપસ્થિત રહી લાભ લીધો હતો. સેમિનારમાં પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા સાઈબર ક્રાઈમ, ડ્રગ્સ, ટ્રાફિકના નિયમો, ગુનાખોરીને ડામવામાં પ્રજાનો સહયોગ, મહિલાઓની સુરક્ષા તેમજ સ્વરક્ષણ અંગેની જરૃરી તમામ માહિતી વિગતવાર પૂરી પાડવામાં આવી હતી. સેમિનારના અંતે પ્રદર્શનના માધ્યમથી આકસ્મિક સંજોગોમાં મહિલાઓ માટે સ્વબચાવની વિવિધ તકનિકો અંગેની પણ તાલીમ આપવામાં આવી હતી. તેમજ સંસ્થાની જે વિદ્યાર્થીનીઓ, મહિલા ડોક્ટર્સ તથા કર્મચારીઓ સ્વૈચ્છાએ આગળ પણ આ તાલીમ મેળવવા માંગતા હોય તો તેઓની નોંધણી કરવામાં આવી હતી. વધુમાં કોઈપણ મુશ્કેલીના સમયમાં પોતાને અથવા અન્યને મદદરૃપ થવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ મહિલા હેલ્પલાઈન નંબરની વિગતવાર માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial