Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ અને ખર્ચ પણ ચૂકવાશેઃ
જામનગર તા. ૫ઃ પોરબંદરના એક આસામીની મોટરના થયેલા અકસ્માતનું વળતર ચૂકવવામાં વીમા કંપની દ્વારા અખાડા કરાતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૃા.૯ લાખનું વળતર વ્યાજ સાથે ચૂકવવા તથા ટોઈંગ ખર્ચ અને ફરિયાદ ખર્ચ પણ આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
પોરબંદરના કાર્તિક જીતેન્દ્ર થાનકી નામના આસામીએ પોતાની મર્સીડીઝ મોટર માટે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુ. કંપની પાસેથી વીમો મેળવ્યા પછી પોણા ત્રણ વર્ષ પહેલા તેમની મોટરનો અકસ્માત થયો હતો.
તે અકસ્માતમાં મોટરમાં થયેલી નુકસાની અંગે કલેઈમ કરાતા વીમા કંપનીએ કલેઈમ ચૂકવ્યો ન હતો. આથી જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફોરમે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નુકસાનીની રકમ રૃા.૯ લાખ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા તેમજ રૃા.૩૭ હજાર ટોઈંગ ચાર્જના અને રૃા.પ હજાર ફરિયાદ ખર્ચના પણ આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સોહિલ બેલીમ, હુસેન ખીરા, હર્ષિલ રાબડીયા, સલમાન શેખ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial