Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન, ગૃહમંત્રી, કેન્દ્રિય મંત્રીઓ, એનડીએ શાસિત રાજ્યોના સીએમ, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં
મુંબઈ તા. પઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદે (શિવસેના) અને અજીત પવાર (એનસીપી) ની મહાયુતિએ બહુમતિ પ્રાપ્ત કરતા મહારાષ્ટ્રના રાજ્યપાલે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના માટે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યું છે.
આજે સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે તથા અજીત પવાર પણ શપથ લેશે.
કડક સુરક્ષા વ્યવસ્થા
શપથગ્રહણ સમારોહ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરક્ષાની મજબૂત વ્યવસ્થા છે. સાથે જ મહેમાનોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. પીએમ મોદી ઉપરાંત 'લાડલી બહેન' યોજનાના ૧,૦૦૦ લાભાર્થીઓને પણ તેમના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભાજપના નેતા પ્રસાદ લાડે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહમાં લગભગ ૪ર,૦૦૦ લોકો હાજરી આપશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી, નવથી દસ કેન્દ્રિય પ્રધાનો અને ૧૯ મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનો આ સમારોહમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે ૪૦,૦૦૦ બીજેપી સમર્થકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિવિધ ધર્મના નેતાઓ સહિત ર,૦૦૦ વીઆઈપી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રિય મંત્રીઓ, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઋષિઓ-સંતો-મહંતો, લાડલી બહેન યોજનાની એક હજાર લાભાર્થી બહેનો, ખેડૂત લાભાર્થીઓ, ઉદ્યોગ, ફિલ્મ, શિક્ષણ, સાહિત્ય જગતની જાણીતી હસ્તીઓ તેમજ મહાયુતિના તમામ ઘટક પક્ષો ભાજપ, શિવસેના, એનસીપીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial