Advertisement
Author: નોબત સમાચાર

નયારા દ્વારા ગ્રાહકો માટે આર્થિક બચત યોજના સબ કી જીત ગેરંટીડ-ર૦ર૪ ની જાહેરાત કરાઈ

ઈંધણના દરેક વ્યવહાર પર બચતની ખાત્રીઃ

મુંબઈ તા. પઃ ડાઉનસ્ટ્રીમ એનર્જી સેક્ટરમાં અગ્રણી કંપની અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ જેની સૌથી વધુ આતૂરતાથી રાહ જોવાતી હતી તે ફેસ્ટિવ સિઝન થીમ 'સબ કી જીત ગેરંટીડ ર૦ર૪'ની જાહેરાત કરી છે. ૩૧ જાન્યુઆરી ર૦રપ સુધી ચાલનારી આ કન્ઝ્યુમર સ્કીમ ગ્રાહકોને પેટ્રોલ તથા ડીઝલની ખરીદી પર વધુ ઈંધણ બચત ઓફર કરે છે અને ગ્રાહકોને ઈંધણની ખરીદી પર બાંયધરી સાથેની બચત માણવાની તક પૂરી પાડે છે.

ગ્રાહકો પેટ્રોલ અથવા ડીઝલ પર પ્રતિલિટર પાંચ રૃપિયા સુધીની બચત કરી શકે છે. આ અનોખી ઓફર ગ્રાહકોને ન કેવળ નોંધપાત્ર લાભો પૂરા પાડે છે, પરંતુ ગ્રહક કેન્દ્રિતતા તથા આનંદભર્યા અનુભવો બનાવવાની નયારા એનર્જીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કરે છે.

આ પહેલ અંગે નયારા એનર્જીના ચીફ માર્કેટીંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્યું હતું કે, 'નયારા એનર્જી માં અમે નોંધપાત્ર રિવાર્ડસ તથા અદ્વિતીય બચત દ્વારા ગ્રાહકોને વાસ્તવિક મૂલ્ય પૂરૃં પાડવામાં માનીએ છીએ. આ સ્કીમ ગ્રાહક સંતોષ વધારવા તથા તેમની ઈંધણની જરૃરિયાતો માટે નિર્વિવાદ પસંદગી તરીકે અમને સ્થિત કરવા માટેની અમારી અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે. 'સબ કી જીત ગેરંટેડ' સ્કીમ ગ્રાહકોને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા ચૂકવણી કરવા ગ્રાહકોને પ્રોત્સાહિત કરે છે અને સરળ, સુરક્ષિત તથા કેશલેસ અનુભવ સુનિશ્ચિત કરે છે જે કેશલેસ વ્યવહારો અને ડિજિટલ પરિવર્તન સફરના દેશના વધતા જતા ટ્રન્ડ સાથે સંકલિત છે.

આ સ્કીમ વિવિધ પ્રકારના ગ્રાહકો માટે પેટ્રોલ (એમએસ) અને ડીઝલ (એચએસડી) બન્ને પર લાગુ છે. આ પહેલનો ઉદ્દેશ નયારા એનર્જીને શહેરી ગ્રામીણ એમ બન્ને પ્રકારના ગ્રાહકો માટે પસંદગીના ફ્યુઅલ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનો છે. આ બાંયધરીકૃત બચત પૂરો પાડીને અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપીને કંપની સુનિશ્ચિત કરે છે કે દરેક ગ્રાહકને દરેક પગલે સુગમતા તથા વધારાના લાભો મળે.

નયારા એનર્જી મૂલ્ય આધારિત પહેલ તથા અદ્વિતીય ફ્યુઅલિંગ અનુભવનું મિશ્રણ કરીને સતત ગ્રાહક અનુભવમાં નવીનતા લાવે છે અને તેને પુનઃવ્યાખ્યાયિત કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh