Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત સજાઃ
જામનગર તા. ૫ઃ ભાણવડ તાલુકાના પાછતર ગામની સીમમાંથી તેર વર્ષ પહેલાં ખનીજચોરી પકડી પાડવામાં આવી હતી. પાંચ શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૃા.પ હજારનો દંડ ફટકાર્યાે છે. ખનીજચોરીના કેસમાં દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત આરોપીઓને સજા ફટકારવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતર ગામની સીમમાં ગઈ તા.૧૪-૯-૧૧ના દિને ખાણખનીજ ખાતાની ટીમે દરોડો પાડ્યો હતો. તે ગામની સીમમાં સર્વે નં.રરપમાં આવેલા સરકારી ખરાબામાં લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં લાઈમસ્ટોનનું ખનન ચાલુ હોવાની બાતમી મળી હતી. તેના પગલે ચકાસણી હાથ ધરાઈ હતી.
આ સ્થળેથી વીરાભાઈ આલાભાઈ વાઘ, રજનીકાંત દયારામ જોષી, વાલાભાઈ સાજણભાઈ સોલંંકી, મુસા ઈબ્રાહીમ હિંગોરા, સવદાસ વેજાભાઈ પીપરોતર નામના પાંચ શખ્સ દ્વારા ખનન કરાતંુુ હોવાનું જણાઈ આવ્યું હતું. સ્થળ પરથી વીરાભાઈ વાઘ અને રસીક ધનજીભાઈ તેમજ ડાયા વીરા નામના બે શ્રમિક ઈલેકટ્રીક મોટરથી ચકરડી ચલાવતા મળી આવ્યા હતા. જેસીબી, ટેઈલર સાથેનું ટ્રેક્ટર કબજે કરી રોજકામ કરાયું હતું અને વીરા વાઘ, રસીક ધનજીભાઈની હાજરીમાં માલ સામાન સીઝ કરાયો હતો.
અંદાજે રૃા.૮ર,૫૪,૪૮૮ ની રકમનું ખનીજ ચોરી લેવા અંગે જે તે વખતે માઈન્સ સુપર વાઇઝર કમ માઈનીંગ ઈજનેરે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ દ્વારકા જિલ્લાની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. તે કેસ ચાલવા પર આવતા બાર સાક્ષીની જુબાની રજૂ કરવામાં આવી હતી. ફરિયાદી તથા ભૂસ્તરશાસ્ત્રીની પણ જુબાની નોંધાઈ હતી. અદાલતે તે ગ્રાહ્ય રાખી આઈપીસી ૩૭૯ હેઠળ તમામ આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૃા.રપ૦૦નો દંડ, આઈપીસી ૧૨૦ (બી) હેઠળ છ મહિનાની કેદ તથા રૃા.રપ૦૦નો દંડ ફટકાર્યાે છે. ખનીજચોરીના દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ કેસમાં પ્રથમ વખત આરોપીઓને કેદની સજા કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial