Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની કાલીન્દી સ્કૂલમાં ધો. પાંચમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો

શિક્ષણાધિકારી દ્વારા તપાસ ટીમ મોકલાશેઃ

જામનગર તા. ૪ઃ જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા બાળ વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હતો.

આ બાબતે મીડિયા અહેવાલો અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ તપાસ માટે સ્કૂલમાં પહોંચી છે અને નિવેદનો લેવાયા પછી જરૃરી પગલાં લેવાશે.

જામનગરના રણજીતસાગર માર્ગે આવેલી કાલિન્દી સ્કૂલમાં ધો. પાંચમા અભ્યાસ કરતા 'દક્ષ દિપકભાઈ ભદ્રા નામના વિદ્યાર્થીને રિદ્ધિ મેડમે બેફામ માર માર્યો હતો.

આથી વિદ્યાર્થીના ગાલમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતાં. આ અંગેની જાણ થતા જ તેના પિતા સ્કૂલે દોડી ગયા હતાં અને શાળાના પ્રિન્સિપાલને ફરિયાદ કરતા શાળા સંચાલકોએ બનાવ અંગે તપાસ કરી યોગ્ય કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે.

બીજી તરફ આ બનાવ અંગેની મીડિયા મારફતથી માહિતી મળતા જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આજે બે સભ્યોની ટીમને તપાસ માટે કાલીન્દી સ્કૂલમાં રવાના કરી છે અને ત્યાં સંબંધિતના નિવેદન મેળવ્યા પછી નિયમ મુજબ કામગીરી કરવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે. શારીરિક સજા આપવી નહીં તેવી સરકારની જોગવાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh