Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના પટાંગણમાં ચાલ્યા જતાં દંપતી પર બે મહિલા સહિત ચારનો હુમલો

અગાઉના કેસ બાબતે યુવાનને ધમકી અપાઈઃ

જામનગર તા. ૫ઃ જામનગરના બ્રુકબોન્ડ મેદાન પાસે ગઈરાત્રે એક યુવાનને અગાઉના કેસને પાછો ખેંચી લેવાનું કહી ગાળો ભાંડી એક શખ્સે લાકડાના બટકાથી હુમલો કર્યાે હતો. જ્યારે જી.જી. હોસ્પિટલના પટાંગણમાં ચાલ્યા જતા દંપતીની પાછળ બાઈક અથડાવી એક શખ્સ તથા અન્ય ત્રણે હલ્લો કર્યાે હતો.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા નંદન પાર્ક-રમાં રહેતા રવિરાજસિંહ ખુમાન સિંહ જાડેજા નામના યુવાન ગઈકાલે રાત્રે ઉજ્જેન જવા માટે પોતાના પરિવાર સાથે નીકળવાના હતા. તેઓ ટ્રેનની ટિકિટ અને ટાઈમ ટેબલ જોવા માટે ગાંધીનગર રેલવે સ્ટેશન ગયા પછી પરત ફરતી વેળાએ બ્રુકબોન્ડના મેદાન નજીક સિગારેટ પીવા રોકાયા હતા.

આ વેળાએ ત્યાં મોમાઈ નગરમાં રહેતો દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ વાળા નામનો શખ્સ સિગારેટ પીવા આવ્યો હતો. તેણે ગાળો બોલવાનું શરૃ કરતા રવિરાજસિંહને ગાળ બોલવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા દિવ્યરાજસિંહે ઝઘડો કરી બાજુમાં પડેલો લાકડાનો કટકો ઉપાડી ફટકાર્યાે હતો અને તારા ભાઈએ મારી સામે કેસ કર્યાે છે તે પાછો ખેંચી લેજે તેમ કહી બંને ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના કામદાર કોલોની વિસ્તારની શેરી નં.૮માં વસવાટ કરતા મામદભાઈ અબુભાઈ ખફી તથા તેમના પત્ની ગઈ તા.ર૯ની સવારે જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓ કમ્પાઉન્ડમાંથી ચાલીને જતા હતા ત્યારે પાછળથી બાઈક પર ધસી આવેલા નાઘેડી ગામના હનીફ અબુભાઈ ખફી નામના શખ્સે ઠોકર મારી દીધી હતી. તેથી આ દંપતીને ઈજા થઈ હતી. જેમાં મામદભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતું. તેમના પત્નીએ હનીફને જોઈને ચાલવાનું કહેતા ધસી આવેલા શબીર અબુભાઈ, રજીયાબેન શબીર, રેશ્માબેન હનીફ ખફી નામના વ્યક્તિએ ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. શબ્બીરે ત્યાં પડેલો પથ્થર ઉપાડી મામદભાઈના પત્નીના માથામાં ઝીંકી દીધો હતો. મામદભાઈએ સિટી બી ડિવિ.માં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh