Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ સેના તથા ગૌરક્ષા દળ દ્વારા માનવરક્ષા અભિયાનઃ
જામનગર તા. ૩૦: હિન્દુ સેના તથા ગૌરક્ષાદળ અને ગૌરક્ષકો દ્વારા રાજકોટ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત દ્વારકા સુધીના હાઈ-વે પર ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે દ્વારકા નજીક હાઈ-વે પર એક ગૌવંશ માર્ગમાં આવતા ખાનગી બસ અને બે કાર તથા ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ૭ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતાં. ત્યારે ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાથી હાઈ-વે પર વાહન ચાલકોને દૂરથી ગૌવંશ નજરે ચડી શકે જેને પગલે અકસ્માત નિવારી શકાય. પરિણામે ગૌરક્ષા સાથે માનવરક્ષાનું લક્ષ્ય પણ સાર્થક થાય એ માટે ૩૫ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટ હિન્દુ સેના ગૌરક્ષા પ્રમુખ કાનાભાઈ ચાવડીયા તથા તેમની ટીમ અભયસિંહ, રાહુલભાઈ તથા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટની રાહબરી હેઠળ ૨ હજારથી વધુ ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતાં. માર્ગ પર બેઠેલા ગૌવંશને ઘાસચારા-ગોળ-ખોળ-કપાસિયા સહિતની ખાદ્ય સામગ્રી આપીને તેમાં વ્યસ્ત રાખી તમામ ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial