Advertisement
Author: નોબત સમાચાર

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તમામ સાત પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો

જામનગરની મામલતદાર કચેરીમાં આયોજીત

જામનગર તા. ૩૦: મામલતદાર કચેરી, જામનગરમાં જામનગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા કુલ ૭ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં સિટી સર્વે ૧ કચેરી, મહાનગરપાલિકાની ભૂગર્ભ શાખા, વોટર વર્કસ શાખા, લાઈટ શાખા વિગેરે બાબતે રજુઆતો થયેલ. જેમાંથી પાંચ પ્રશ્નોનો નિકાલ કરી લગત અધિકારી દ્વારા હકારાત્મક અહેવાલ રજૂ કરવામાં આવેલ જ્યારે ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટલાઈટના પ્રશ્નો અંગે તાત્કાલિક કામગીરી હાથ ધરી તેનો સત્વરે ઉકેલ લાવવા કલેકટરએ અધ્યક્ષસ્થાનેથી સૂચના આપી હતી. આમ, તમામ ૭ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી કલેકટર જામનગરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સપ્ટેમ્બર માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh