Advertisement
Author: નોબત સમાચાર

શેરબજાર પછડાયું: સેન્સેક્સમાં ૧૧૦૦ પોઈન્ટનો કડાકો

નિફ્ટી-૫૦ ૨૬૦૦૦ પોઈન્ટથી નીચે સરક્યોઃ

મુંબઈ તા. ૩૦: આજે સવારથી શેરબજારમાં કડાકો બોલ્યો છે અને ૧૦૦૦ થી વધુ પોઈન્ટ તૂટ્યો છે, નિફ્ટીએ ૨૬૦૦૦ ની સપાટી ગુમાવી છે.

સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ અને નવા અઠવાડિયાની શરૂઆતના પહેલા દિવસે જ શેરબજારમાં મોટો કડાકો બોલાયો. ૩૦ સપ્ટેમ્બર એટલે કે આજે સેન્સેક્સમાં ૧૦૦૦ થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૨૫૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાતા તે પણ ૨૫૮૯૦ ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સના ૩૦ શેર્સમાંથી ૨૩માં કડાકો દેખાયો હતો. જ્યારે ૭માં હજુ પણ તેજી દેખાઈ રહી છે. જ્યારે નિફ્ટીના ૫૦ શેર્સમાંથી ૩૫માં કડાકો તો ૧૫માં તેજી દેખાઈ હતી. એનએસઈ નું રિયલ્ટી સેક્ટર પણ જાણે ધડામ થઈ ગયું હતું.

અગાઉ શુક્રવારે એટલે કે ૨૭ સપ્ટેમ્બરે સતત ૮ મા દિવસે ઓલટાઈમ હાઈની સપાટી બનાવી હતી. એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં પણ ૪.૬૪% નો કડાકો બોલાઈ જતા હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ૨.૨૩ ટકા વધ્યો હતો. બીજી બાજુ ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૫.૧૮ ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ૨૭ સપ્ટેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ ૦.૩૩ ટકા વધીને ૪૨૩૧૩ પર બંધ થયો હતો. નાસડેક ૦.૩૯ ટકા ઘટીને ૧૮,૧૧૯ પર આવી ગયો. એસએન્ડપી ૫૦૦ પણ ૦.૧૩ ટકા ઘટીને ૫૭૩૮ પર આવી ગયો.

એનએસઈ ના ડેટા અનુસાર વિદેશી રોકાણકારો એ ૨૭ સપ્ટેમ્બરે ૧૨૦૯.૧૦ કરોડના શેરનું વેંચાણ કર્યું હતું આ સમયગાળા દરમ્યાન સ્થાનિક રોકાણકારોએ રૂ. ૬૮૮૬.૬૫ કરોડના શેર ખરીદ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh