Advertisement
Author: નોબત સમાચાર

ઈપીએફ-૧૯૯પ ના પેન્શનરોનું પેન્શન વધારવા માંગણીઃ આવેદન

મજદુર મહાજન સંઘ તથા કામદાર યુનિયનો દ્વારા

જામનગર તા. ૩૦: ઈપીએફ પેન્શન-૧૯૯પ યોજના અંતર્ગત પેન્સન મેળવતા પેન્શનરોને મળતા પેન્સનમાં વધારો કરવાની માંગ સાથે મજુર મહાજન સંઘ સહિતના કામદાર યુનિયનો દ્વારા ગઈકાલે જામનગરમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઈપીએફ પેન્શન-૧૯૯પ યોજના અંતર્ગત પેન્સન મેળવતા પેન્સનરોને મીનીમમ ૧૦૦૦ મર્યાદામાં પેન્સન ચુકવવામાં આવે છે. જેમાં વધારો કરવા માટે કેરાલા હાઈકોર્ટ દ્વારા રૂ. ૭પ૦૦ તેના ઉપર મેડિકલ અને મોંઘવારી સહિતનું મીનીમમ પેન્સન આપવું.

પરંતુ ભારત સરકાર દ્વારા આ બાબતનું મંજુર રાખેલ નથી. જેથી નેશનલ એજીટેશન કમિટી દ્વારા સમગ્ર ભારતમાં કર્નલ અશોક રાઉટજી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે તા. ર૭-૯-ર૪ ના સવારે ૧૧ કલાકે ભારતની તમામ ઈપીએફ ઓફિસમાં આવેદન પાઠવાયું હતું.

જામનગરમાં આસી. પ્રોવીડન્ડ ફંડ કમિશ્નર મારફત ભારત સરકારના શ્રમ-રોજગાર મંત્રીને આવેદન પાઠવાયું હતું. જેમાં જામનગરમાં મજુર મહાજન સંઘના જનરલ સેક્રેટરી પંકજભાઈ જોષી, તેમજ અશોકભાઈ મહેતા, દિપકભાઈ ત્રિવેદી, એસ.ટી. નિવૃત્ત કર્મચારી મંડળના દાઉદીયાભાઈ, ડીસીસીના વિજયસિંહ જાડેજા, જુદી-જુદી કો.ઓપ. બેન્ક, ડેરી, ઉદ્યોગ, બોમ્બે ડાઈનીંગ, દિગ્જામ મીલ, એફસીઆઈ, મીઠા ઉદ્યોગના નિવૃત્ત કર્મચારી જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh