Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય કર્મચારીની વિશિષ્ટ સેવાને બિરદાવાઈઃ
જામનગર તા. ૩૦: જિલ્લા પંચાયત જામનગરના આરોગ્ય વિભાગના વોટ્સએપ ગ્રુપમાં દરેડ વિસ્તારમાંથી અતિ જોખમી પરિસ્થિતિમાં રહેલી સગર્ભા માતાએ એબી+ બ્લડ ગ્રુપની જરૂરિયાત હોય તેવી જાણ કરવામાં આવી હતી. આ મેસેજ મળતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠડના કર્મચારી નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાના પીએચસીના ગ્રુપમાં તાત્કાલિક જાણ કરી હતી. જેમાં રસનાળ સબ સેન્ટરમાં એમ.પી.એચ.ડબ્લ્યુ. તરીકે ફરજ બજાવતા કર્મચારી રાજ લક્ષમણભાઈ ગોગારાએ પોતાને એબી+ બ્લડ ગ્રુપ છે તેવું જણાવેલ અને બ્લડ ડોનેટ કરવા માટે ઈચ્છા વ્યકત કરી હતી.
જે અંગે જોડિયા તાલુકાના આરોગ્ય અધિકારી ડો. સોમૈયા અને ડો. અલ્તાફની આગેવાની હેઠળ તાત્કાલિક ધોરણે પીએચસી પીઠડની એમ્બ્યુલન્સ લઈને મોડી રાત્રે ડ્રાઈવર સંજયભાઈ ગોગરા, રસનાળ, રાજ ગોગરા, પીઠડ સતિષભાઈ ગરચર, બોડકા વૈભવભાઈ જોષી તથા એકા.આસી. નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા જામનગર ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં પહોંચીને સગર્ભા માતાને બ્લડ ડોનેટ કર્યું હતું અને જોખમમાં રહેલી સગર્ભા માતાને સમયસર સારવાર મળી રહે તે માટેની તત્પરતા દાખવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial