Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાા ન.પા. 'સી' ગ્રેડમાંથી 'બી' ગ્રેડમાં અપગ્રેડ થશે
ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયાની વસતિ માત્ર પ૦ હજાર જેટલી હોવાથી પાલિકાને 'સી' ગ્રેડ જ મળે છે. ખંભાળીયા શહેરની નજીકની ચાર ગ્રામ પંચાયતોના રહેવાસીઓ શહેરમાં જ રહેતા હોવા છતાં ગ્રામ પંચાયતોના રહેવાસી જ ગણાય છે.
ખંભાળીયા શહેરનો વિસ્તાર વધારવા તથા નજીકની સોસાયટીઓ જે ગ્રામ પંચાયતોમાં આવે છે તેવા વિસ્તારોનો ખંભાળીયા નગર પાલિકામાં સમાવેશ કરવા અગાઉ પ્રયાસો થયા હતાં. અનેક બેઠકો યોજાયા પછી પણ આ કાર્યને સફળતા મળી ન હતી, અને દરખાસ્ત પરત આવી હતી.
રાજ્યના મંત્રી અને ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ જિલ્લા કલેકટર તથા ચારેય ગ્રામ પંચાયતો ધરમપુર, હર્ષદપુર, રામનગર, શક્તિનગરના સરપંચો, અગ્રણીઓ સાથે બેઠકો કરી ચર્ચા વિચારણા કરી હતી.
જેમાં ભૌગોલીક સ્થિતિને અનુકુળ થાય તેવી રીતે રસ્તાની એક તરફ પાલિકા વિસ્તાર અને બીજી તરફ ગ્રામ પંચાયતનો વિસ્તાર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે મુજબ દરખાસ્ત કરવામાં આવશે.
ચાર ગ્રામ પંચાયતોના મોટા વિસ્તારો નગરપાલિકામાં ભળી જવાથી પાલિકા જે હાલ સી ગ્રેડની છે તે અપગ્રેડ થઈને બી ગ્રેડની થઈ જશે અને પરિણામે ગ્રાન્ટોમાં અને વિકાસ કાર્યોમાં નોંધપાત્ર વધારો થશે. ગ્રામ પંચાયતોની મોટી સોસાયટી સહિતના વિસ્તારોના લોકોને ન.પા.ના પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, રસ્તા વગેરે સુવિધાનો લાભ મળશે. પાલિકાનો વિસ્તાર વધવાથી પાલિકાને હાલ કરોડોની મળતી ગ્રાન્ટ કયાં વાપરવી તે પ્રશ્ન થાય છે. તે પણ હલ થશે.
નગરપાલિકામાં હાલ સાત વોર્ડ અને ર૮ સભ્યો છે, તેના બદલે નવ વોર્ડ અને ૩૬ સભ્યો થશે. ખંભાળીયા ન.પા.ના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ન.પા. દ્વારા નકક્ષાઓ, લાઈન દોરી સાથેનું પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે.
નાના ગામડા જેવું અણ વિકસિત ખંભાળીયા વાસ્તવમાં એક વિકસિત શહેર બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial