Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ હૃદય દિવસની ઉજવણીના ભાગરૂપે ઈમરજન્સીમાં સારવાર અંગે માર્ગદર્શન અપાયુ
જામનગર શહેરમાં વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જામનગર ઈએમઆરઆઈ જીએસએચ ૧૦૮ની ટીમ દ્વારા વિશેષરૂપે ઉજવણી કરાઈ હતી અને જામનગરના પોલીસ વિભાગ તેમજ એસટીના કર્મચારીઓનું હેલ્થ ચેક કરીને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ઈમરજન્સી સમયે શું ત્વરિત કાર્યવાહી કરવી તેના સહિતની વિશેષ જાણકારી અપાઈ હતી. જામનગર શહેરમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એસપી કચેરી પાસે જામનગર ઈએમઆરઆઈ જીએસએચ ૧૦૮ દ્વારા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસ વિભાગના કર્મચારીઓ કે જે તમામનું હેલ્થ ચેકઅ૫ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૦૮ની ટીમના જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા તેમની ટીમ દ્વારા તમામ પોલીસ મિત્રોને ઈમરજન્સીમાં શું કાર્યવાહી કરવી, તે વિશેની સમજ આપી હતી. સાથોસાથ બનાવના સ્થળ ઉપર ૧૦૮ એમ્યુલન્સ ને વહેલામાં વહેલી તકે કઈ રીતે બોલાવી શકાય તે અંગેની જરૂરી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતની કચેરીના પટાંગણમાં એસટી વિભાગના કર્મચારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતાં જ્યાં પણ તમામનું હેલ્થ ચેકઅપ કરીને ૧૦૮ની કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial