Advertisement
Author: નોબત સમાચાર

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ગુજરાત યોગબોર્ડ દ્વારા જામનગરમાં યોગ શિબિર તેમજ સિપીઆર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગઈકાલે વિશ્વ હ્યદય દિવસ નિમિત્તે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સીપીઆર ટ્રનીંગ પણ આપવામાં આવી હતી. આ યોગ શિબિરમાં એસઆરપીના ઈન્ચાર્જ ડીવાયએસપી એમ. એમ. પટેલ, એસ.આર.પી. ગ્રુપના નકુમ તેમજ ૪૦ જેટલા એસઆરપીના જવાનો જોડાયા હતાં. યોગ શિબિરનું સંચાલન જિલ્લા કોર્ડીનેટર હર્ષિદા ભદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સિપીઆર ટ્રેનીંગ માટે મેડિકલની હાર્ટ ટીમના નિષ્ણાંત તબીબ તથા તેમની ટીમ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે વી.પી. જાડેજા જિલ્લા પંચાયતના આરોગ્ય ટીમના પ્રમુખ, યોગ ગુરૂ ભગવાનજીભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ હ્યદરોગ નિવારણ અને યોગ અંગેની જાગૃતતા લોકોમાં આવે તે હેતુ થી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં જીએસવાયબીના કો ઓર્ડિનેટર હર્ષિદા ભદ્રા, એસએમસી દક્ષા તેરૈયા, યોગ કોચ સોનલ કનખરા, સોનલ ચૌહાણ, અર્ચના સિંઘ, દિપ્તી પંડયા, પૂનમ અગ્રવાલ તથા યોગ બોર્ડના ટ્રેનર સહિતની ટીમ હાજર રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh