Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનની રાહ જોઈને ઉભેલા વૃદ્ધને બાઈકની ઠોકર પછી સારવારમાં થયું મૃત્યુઃ
જામનગર તા. ૩૦: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર ગામ પાસે ચાર સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે બાઈક પર નાઘેડી જતાં દંપતીને અકસ્માત નડ્યો હતો. તેમના બાઈક આડે કૂતરૂ ઉતરતા પતિ-પત્ની ઘવાયા હતા. સારવાર દરમિયાન પત્નીનું અવસાન થયા પછી પતિનું પણ મૃત્યુ નિપજ્યું છે. જયારે જામનગર આવવા ગોરધનપરના પાટીયા પાસે વાહનની રાહ જોતા નગરના એક વૃદ્ધને ફૂલસ્પીડમાં ધસી આવેલા બાઈકે ઠોકર મારી હતી. આ વૃદ્ધનું પણ સારવારમાં મૃત્યુ થયું છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી ગામમાં રહેતા ભીમશીભાઈ ધરણાંતભાઈ મારૂ (ઉ.વ.૬૧) તથા તેમના પત્ની હીરીબેન (ઉ.વ.૫૬) ગઈ તા.૧ની રાત્રે ત્રણેક વાગ્યે જામનગરથી નાઘેડી જવા માટે જીજે-૧૦-ડીપી ૪૫૯૭ નંબરના મોટરસાયકલ પર રવાના થયા હતા.
આ દંપતી જ્યારે ગોરધન પર ગામ નજીક પહોંચ્યું ત્યારે અચાનક જ દોડીને એક કુતરૂ રોડ પર આવી ગયંુ હતું. તેને બચાવવા જવાના પ્રયાસમાં સર્જાયેલા અકસ્માતમાં ભીમશીભાઈ તથા હીરીબેન રોડ પર ફંગોળાઈ ગયા હતા. બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી ગઈ તા.૭ના દિને હીરીબેનનું મૃત્યુ નિપજ્યું હતું અને ભીમશીભાઈને સારવાર આપવામાં આવી રહી હતી. તેઓનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ દંપતીના પુત્ર હરેશભાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગરના એરફોર્સ રોડ પર આવેલા ગણપતનગરમાં રહેતા પાલાભાઈ લખુભાઈ મહિડા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ ગઈ તા.રરની સવારે ખંભાળિયા-જામનગર ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે વાહનની રાહ જોઈને ઉભા હતા ત્યારે જીજે-૧૦-બીકયુ ૭૨૬૫ નંબરનું પુરપાટ ઝડપે ધસી આવેલું બાઈક તેમની સાથે ટકરાઈ પડ્યું હતું. ફેંકાઈ ગયેલા પાલાભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્ર જગદીશભાઈ મહિડાએ મોટરસાયકલ ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial