Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિક્લાંગ બાળકો-બાળાઓ-બહેનો માટે રંગતાલીના સહયોગથી
જામનગર તા. ૩૦: શારદિય નવરાત્રિ મહોત્સવના દિવસોમાં લોકોમાં ઉમંગની અનોખી ચેતના કુદરતી રીતે જાગૃત થતી હોય છે. જામનગરમાં કાર્યરત આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટએ શહેરના વિક્લાંગ બાળકો-બાળાઓ-બહેનો માટે નવરાત્રિની પૂર્વે 'વેલકમ નવરાત્રિ'નું આયોજન કર્યું હતું.
રંગતાલી ગ્રુપના આયોજકે પોતાના અર્વાચીન નવરાત્રિ મહોત્સવના કોમર્સ કોલેજના સુઆયોજિત તથા સુશોભિત વિશાળ પટાંગણમાં રમવાની વ્યવસ્થા કરી આપી હતી અને વિક્લાંગ ખેલૈયાઓએ રંગતભેર નવરાત્રિ માણી હતી. બાળ ખેલૈયાઓ નવરાત્રિના પરંપરાગત વેશભૂષા પરિધાન કરી જોડાયા હતાં. યુવા વર્ગ સંગીત-ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતાં, તો શારીરિક રીતે અસમર્થ વયસ્ક બહેનોએ બેઠા ગરબા ગાઈ શક્તિની આરાધના-સતુતિ કરી હતી.
ટ્રસ્ટી મંડળના સૂત્રધારોનું સુચારૂ વ્યવસ્થાપન, મહાનુભાવોની ઉપસ્થિતિ, ઈનામોની વણઝાર સાથે નવરાત્રિની એ સલૂણી સાંજ સૌ વિક્લાંગ ખેલૈયાઓ માટે યાદગાર બની રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial