Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા ચાર સામે ગુન્હોઃ નોટના નંબર પર એકીબેકી ઝડપાઈઃ
જામનગર તા. ૩૦: જામનગરના મોટી ખાવડી, પડાણા તેમજ ગુલાબનગર, જોગલ ગામ અને લાલપુરના સેતાલુસમાં જુગારના પાંચ દરોડામાં બે મહિલા સહિત પંદર વ્યક્તિ ઝડપાયા છે. ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા ત્રણની પોલીસે ધરપકડ કરી છે. એક નાસી ગયો છે. નોટના નંબર પર જુગાર રમતા સાતને પોલીસે લોકઅપના દર્શન કરાવ્યા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ધીરૂભાઈ રણમલભાઈ રૂડાચ, મુકેશ મોતીભાઈ વાજા નામના બે શખ્સને મેઘપર પોલીસે રૂ.૧૧૭૦ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં ગૌશાળા પાછળ ગઈકાલે સાંજે જુગાર રમતા ફાતમાબેન જાકુભાઈ ચમડીયા, રામુબેન કારૂભાઈ ચુડાસમા નામના બે મહિલા રૂ.૪૩૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.
લાલપુર તાલુકાના પડાણા ગામના તલાવડી વિસ્તારમાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા મૂળુભાઈ વિરમભાઈ ઘોડા, રામજીભાઈ નારણભાઈ મકવાણા નામના બે શખ્સ રૂ.૧૦૫૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાયા છે.
લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયાથી ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા હરપાલસિંહ બળવંતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા નામના બે શખ્સ મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફના દરોડામાં ઝડપાઈ ગયા હતા.
જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસે આવેલા ફુલિયા હનુમાનજી મંદિર પાસે એક મકાનમાં જુગારની જમાવટ થઈ હોવાની બાતમી મળતા શનિવારે સાંજે સીટી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાં મકાનમાં જુગાર રમી રહેલા નિમેશ વિનોદભાઈ પરમાર, નવીન ખીમજીભાઇ ચૌહાણ, હિતેશ કરસનભાઈ નકુમ, ધીરજભાઈ પ્રાગજીભાઈ ખાણધર, વિજય રવજીભાઈ કરઝારીયા, કેતન ભાણજીભાઈ નકુમ, હિતેશ દયાળજીભાઈ મઘોડિયા નામના સાત શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૪,૬૫૦ રોકડા કબજે કરી તમામ આરોપી સામે જુગારધારા ની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા સાધના કોલોની વિસ્તારના પહેલા ઢાળીયા પાસેથી રવિવારે સવારે જાહેરમાં ચલણી સિક્કો ઉછાળી જુગાર રમી રહેલા સીઝવાન ગનીભાઈ ખીરા નામના શખ્સને પોલીસે પકડી પાડયો છે. તેના કબજામાંથી રૂ.૧૧,૪૦૧ રોકડા કબજે કર્યા છે. આ શખ્સની સાથે જુગાર રમી રહેલો દિલીપસિંહ જસુભા જાડેજા નામનો શખ્સ ફરાર થઈ ગયો છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.૨ પાસે ગઈરાત્રે સિક્કો ઉછાળી જુગાર રમતા હિતેશ મનજીભાઈ વાઘેલા, ગિરીશ જીવાભાઈ રાઠોડ નામના બે શખ્સને પોલીસે પકડી લઈ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં લક્કી હોટલ પાસે ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર જુગાર રમતા રીઝવાન શૌકત સમા, અસલમ સલીમ મોગલ, અલ્ફાઝ નુર મામદ ઉનડ નામના ત્રણ શખ્સને પોલીસે રૂ.૨૭૪૦ સાથે પકડી લીધો છે.
ખંભાળિયાના નાકા પાસેથી પાનની એક દુકાન નજીક ગઈકાલે સાંજે નોટના નંબર એકીબેકી બોલતા આફરીદી ઉર્ફે સુલ્તાન અજીઝ શેખ, રાજ બાબુભાઈ પરમાર નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૨૫૦૦ રોકડા કબજે લીધા છે.
જામનગરના સુભાષબ્રિજ પાસેથી નાગેશ્વર તરફ જવાના રસ્તા પર ગઈકાલે રાત્રે નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા અસગર હનીફ ગજીયા, રામજી આલાભાઈ સોલંકી રૂ.૧૦૭૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાયા છે. જામજોધપુરમાં આવેલા ઘાસના ગોડાઉન પાસે શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહીને વર્લીના આંકડા લખી રહેલા જયંતીભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયા નામના શખ્સને પોલીસે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial