Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંખ્યાબંધ પૂલો-મકાનોને નુકસાનઃ અનેક વિસ્તારો ડૂબ્યાઃ ચાર હજાર લોકોનું રેસ્કયૂઃ પરિવહન-જનજીવન ઠપ્પ
કાઠમંડુ તા. ૩૦: નેપાળમાં વરસાદ પછી ભારે-ભૂસ્ખલનને કારણે તબાહીઃ ૧૭૯ ના મોત થયા છે જ્યાં ૪ર લોકો પૂરને કારણે નેપાળમાં સંખ્યાબંધ નુકસાન થયું છે. ૧૧૧ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૧૭૯ પર પહોંચી ગઈ છે. આ સાથે જ ૪ર લોકો ગુમ થયાના સમાચાર છે, પૂર્વી અને મધ્ય નેપાળના મોટાભાગો શુક્રવારથી ડૂબી ગયા છે અને દેશના ઘણાં ભાગોમાં અચાનક પૂરના અહેવાલો છે.
સંબંધિત અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર, ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે ૪ર લોકો ગુમ છે. ગૃહ મંત્રાલયના પ્રવકતા ઋષિરામ પોખરેલે જણાવ્યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં ૧૧૧ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી સર્ચ અને રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. નેપાળ સેનાએ દેશભરમાંથી ૧૬ર લોકોને એરલિફટ કર્યા છે. પોખરેલે જણાવ્યું હતું કે નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને સશષા પોલીસ દળના જવાનો દ્વારા પૂર અને જળબંબાકારથી પ્રભાવિત ૪૦૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોને ખાદ્ય સામગ્રી સહિત તમામ જરૂરી રાહત સામગ્રી આપવામાં આવી છે.
નેપાળ સરકારના પ્રવકતાએ કહ્યું કે કાઠમંડુની બહારના બલ્ખુ વિસ્તારમાં સામાજિક કાર્યકરોની મદદથી ૪૦૦ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેશનલ હાઈવે શનિવારથી બ્લોક થઈ ગયો છે, ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો ઘણા હાઈવે પર ફસાયેલા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે જ્યાં રસ્તાઓ અવરોધિત છે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાલી કરવાના પ્રયાસો ચાલુ છે.
પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા ૩રર મકાનો અને ૧૬ પુલોને નુકસાન થયું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, તેઓએ ૪૦-૪પ વર્ષમાં કાઠમંડુ ખીણમાં આટલું વિનાશક પૂર અને પાણીની તબાહી કયારેય જોઈ નથી. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટન ડેવલપમેન્ટના આબોહવા અને પર્યાવરણ નિષ્ણાંત અરૂણ ભકત શ્રેષ્ઠે જણાવ્યું હતું કે મેં કાંઠમંડુમાં આટલા પ્રમાણમાં પૂર પહેલાં કયારેય જોયા નથી.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કાઠમંડુની મુખ્ય નદી, બાગયતી, શુક્રવાર અને શનિવારે પૂર્વી અને મધ્ય નેપાળના મોટાભાગના ભાગોમાં સતત વરસાદ પડ્યા બાદ ભયના સ્તરથી ઉપર વહી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ અને ચોમાસાની રેખા સામાન્ય કરતા વધું ઉત્તર તરફ હોવાના કારણે શનિવારના અસધારણ ભારે વરસાદનું કારણ છે.
બીજી તરફ વૈજ્ઞાનિકો કહે છે કે આબોહવા પરિવર્તન સમગ્ર એશિયામાં વરસાદની માત્રા અને સમયમાં ફેરફારનું કારણ બની રહ્યું છે. પરંતુ પૂરની વધતી અસરનું મુખ્ય કારણ પર્યાવરણ છે, જેમાં બિનઆયોજિત બાંધકામનો સમાવેશ થાય છે. ખાસ કરીને પૂરના મેદાનોમાં, જે પાણીની જાળવણી અને ડ્રેનેજ માટે અપૂરતો વિસ્તાર છોડી દે છે.
ભારતના બિહારમાં પણ લાખો લોકો પૂરથી પ્રભાવિત
બિહારના ૧૩ જિલ્લાઓમાં ૧૬.ર૮ લાખથી વધુ લોકો પૂરના કારણે ખતરનાક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ વિસ્તારના લોકો પહેલાથી જ વરસાદના કારણે પૂરનો સામનો કરી રહ્યા હતાં, પરંતુ હવે નદીના વહેણના કારણે તેઓ પણ જોખમના આરે આવી ગયા છે. એજન્સી અનુસાર,એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારે શનિવારે વાલ્મિકીનગર અને બીરપુર બેરેજમાંથી પાણી છોડ્યા પછી રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગોમાં કોસી, ગંડક અને ગંગા જેવી ફુલેલી નદીઓ સાથે પૂરની ચેતવણી જારી કરી છે.
જળ સંસાધન વિભાગ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નેપાળમાં ભારે વરસાદને કારણે શનિવારે ગંડક, કોશી, મહાનંદા વગેરે નદીઓમાં પાણીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના જળ સંસાધન વિભાગના મુખ્ય સચિવ સંતોષકુમાર મલે જણાવ્યું હતું કે સાંજે ૭ વાગ્યા સુધી કોસી નદી પરના બીરપુર બેરેજમાંથી કુલ પ.૭૯ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પ૬ વર્ષમાં સૌથી વધુ છે. એજન્સીના જણાવ્યા અનુસાર, પાળાની સુરક્ષા માટે તમામ સુરક્ષા પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial