Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં પૂરપ્રકોપઃ ગંડક નદીમાં ઘોડાપૂરઃ

નેપાળમાં ભારે વરસાદના પગલે

પટણા તા. ૩૦:        બિહારના ગંડકની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદી બે કાંઠે વહી રહી છે. બગાહા, સીતામઢી અને શિવહરમાં બંધ-પાળા તૂટયા છે. નેપાળમાં ભારે વરસાદને પગલે બિહારના ૧૨ જિલ્લામાં આવેલા પૂરથી લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. સંશાધન વિભાગના એન્જિનિયરો અને કર્મચારીઓ પાળાના સમારકામમાં લાગી ગયા છે. જ્યારે એક બેદરકાર ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે.

બિહારના ગંડકમાં નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહા-એક બ્લોકમાં નદીના ડાબા કાંઠે સ્થિત ચંપારણ બંધ તૂટી ગયો. જળ સંશાધન વિભાગના એન્જિનિયરો અને કર્મચારીઓ પાળાના સમારકામમાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં માહિતી આપતા વિભાગના અધિક સચિવ નવીને જણાવ્યું હતું કે, ફ્લડ કંટ્રોલ ડિવિઝન, બગાહા પર પાળાની દેખરેખ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં બેદરકારીનો આરોપ છે. આ આરોપમાં કાર્યપાલક ઈજનરે નિશિકાંતકુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે ગંડક અને કોસીના નીચા પ્રવાહવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. બન્ને નદીઓના પાળા પર સીપેજ માર્ક કરીને અને પાઈપ નાખીને રક્ષણાત્મક કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સીતામઢી અને શિવહર જિલ્લામાં બાગમતીના બન્ને પાળા પર ર૦ સ્થળોએ સમયસર સીપેજ અને વરસાદનું સમારકામ કરવામાં આવ્યું હતું. સીતામઢીના બેલસંદ બ્લોક હેઠળના માધાકૌલ ગામ પાસે બાગમતીના જમણા પાળાને ૩પ મીટરની લંબાઈ સુધી નુકસાન થયું છે. તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત પૂર્વ-પશ્ચિમ કોસી પાળા પર બાંધવામાં આવેલા પ્રમાણમાં ઓછી ઊંચાઈના સ્પર્શ પર ડોવેલ મૂકીને ઓવર ટોપિંગને અટકાવવામાં આવ્યું છે. પશ્ચિમ કોસી બંધ પર પ૦ મીટર લંબાઈનો ડોવેલ પણ બનાવવમાં આવી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh