Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ તાલુકામાં આવેલી શ્રી નાથજી દાદાની જગ્યા
જામનગર તા. ૩૦: 'તુહી રામ પ્યારે રામ'ના નામથી ગુંજતી તેમજ ૧ર જીવાત્માઓની ચેતન સમાધિ આવેલ છે, તેવી સંત શ્રી નાથજીદાદાની પાવનકારી અને સંત શ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધાર ગામમા શ્રી નાથજીદાદાનો ૩૯૮ મો શ્રાદ્ધ ઉભા સમાધિ પૂજનથી શરૂ થયો હતો. ત્યારપછી પ૧ થાળ ધરાવવામાં આવ્યા હતાં અને બરડિયા ગ્રુપ દ્વારા કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો, જેનો સૌ ગ્રામ્યજનોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત રાત્રે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ભવ્ય સંતવાણીમાં લોક ભજનિક અજયસિંહ ડાભી, લોકગાયક વિપુલભાઈ દાણીધારિયા, સંતવાણી કલાકાર કાળુભાઈ દાણીધારિયા, લોકગાયિકા શીતલબેન રાજપૂત આ ભવ્ય લોકડાયરામાં ભાવિક ભક્તોનું મનોરંજન કર્યું હતું.
આ શ્રાદ્ધ ઉત્સવમાં મહંત શ્રી વાલદાસબાપુ, મહંત શ્રી દિવ્યાનંદબાપુ, મહંત શ્રી ગિરીશબાપુ, મહંત શ્રી ગુલાબગિરીબાપુ મહંત શ્રી પ્રેમગિરીબાપુ, મહંત શ્રી જયંતિભગત, 'તુહી રામ પ્યારે રામ'ના પૂજારી બાપુ, મહંત શ્રી સીતારામ બાપુ તથા અન્ય સંતો-મહંતો જૂનાગઢથી પધાર્યા હતાં.
દિવસ દરમિયાન આશરે ૩પ,૦૦૦ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે સાંજે આશરે ૧પ,૦૦૦ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ ભવ્ય કાર્યક્રમ માટે દાણીધાર ધામના શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ ગુરુ શ્રી ચત્રભૂજદાસજી (શ્રી ઉપવાસીબાપુ) અને પ્રમુખ શ્રી ભાવુબાપુ, ઉપપ્રમુખ શ્રી હનુભા, ગિરિરાજ હોટલ (રાજકોટ) તથા તમામ ટ્રસ્ટીઓ તથા કાલાવડ તાલુકાના ગ્રામ્યજનો, ધર્મપ્રિય ભક્તોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial