Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીણાદાતાર પાસે મકાનમાંથી મળી દારૂની બાવીસ બોટલઃ સરદાર પાર્ક પાસેથી પચ્ચીસ ચપલા મળ્યાઃ
જામનગર તા. ૩૦: લાલપુરના ધરારનગરમાં એક મકાનમાં એલસીબીએ દરોડો પાડી દારૂની પ૦ બોટલ કબજે કરી છે. મીણાદાતાર દરગાહ નજીક એક મકાનમાંથી બાવીસ બોટલ ઝડપાઈ છે. નાઘેડીમાં એક શખ્સ ૫૦ ચપલા સાથે ઝડપાયો છે. સરદાર પાર્ક પાસેથી પચ્ચીસ ચપલા અને ચાર બોટલ સાથે એકની ધરપકડ કરાઈ છે. સાધના કોલોની પાસેથી બે ચપલા મળી આવ્યા છે.
લાલ૫ુર શહેરમાં આવેલા ધરારનગર નજીક હુસેની ચોકમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના મુજબ પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફે ગઈકાલે સાંજે ઈરફાન તાર મામદ ધુધા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી. તે મકાનમાંથી અંગ્રેજી શરાબની ૫૦ બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં નાસી ગયેલા ઈરફાનની શોધ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા સરદાર પાર્ક પાસેથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા મૂળ પોરબંદર જિલ્લાના રોજડા ગામના વતની અને હાલમાં રણજીતસાગર રોડ પર વૃંદાવન પાર્ક બેમાં રહેતા હરદીપસિંહ મંગળસિંહ જેઠવા નામના શખ્સને સીટી એ ડિવિઝનના સ્ટાફે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા તેના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ચાર મોટી બોટલ તથા ૨૫ ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી હરદીપસિંહની ધરપકડ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીના પહેલા ઢાળિયા પાસેથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા મન અનિલભાઈ વ્યાસ નામના સાધનાકોલોની ના એમ ૫૪ બ્લોકમાં રૂમ નંબર ૩૯૦૩માં રહેતા શખ્સને રોકાવી તેની તલાસી પોલીસે લીધી હતી. આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબના બે ચપટા મળી આવ્યા હતા. પોલીસે ચપટા કબજે કરી મન વ્યાસની પૂછપરછ કરતા તેણે શંકટટેકરી પાસે સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા દિવ્યેશ મનસુખભાઈ ચૌહાણ ઉર્ફે દિવલા પાસેથી ચપટા લીધા હોવાની કબુલાત કરી છે.
જામનગરના જોલી બંગલા વિસ્તારમાંથી શનિવારે રાત્રે જઈ રહેલા ગોવાળ મસ્જિદ સામે ભાટની આંબલી પાસે રહેતા હાર્દિક અશ્વિનભાઈ ચુડાસમા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબની એક બોટલ મળી આવી હતી.
જામનગરની આર્ય સમાજ સ્કૂલ પાછળ આવેલી મીણા દાતારની દરગાહ પાસે કેનાલના કાંઠે એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો હોવાની બાતમી મળતા શનિવારે રાત્રે સીટી એ ડિવિઝનના સ્ટાફે પીઆઇ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો ત્યાં આવેલા ઈરફાન ઇસ્માઈલ બ્લોચ ઉર્ફે એલ્બા મકરાણી નામના શખ્સના મકાનની તલાસી લેવાતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૨૨ બોટલ મળી આવી હતી. દરોડા પહેલા ઇરફાન ઉર્ફ એલ્બો નાસી ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામના પાટીયા પાસે ગ્રીનવીલા સોસાયટી નજીકથી શનિવારે રાત્રે એકાદ વાગ્યે પસાર થતાં રવિ સાજણભાઈ ભીંડા નામના ગ્રીનવિલાની શેરી નંબર ત્રણમાં રહેતા શખ્સને પોલીસે રોકાવી તેને ચેક કરતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૫૦ ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો જીજે-૧૦-ઈએ ૪૭૭૭ નંબરનુંં બાઈક, રૂ.૫૦૦૦ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ.૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે પોતાના ભાઈ ભરત સાજણભાઈ ભીંડા પાસેથી લીધો હોવાની કબુલાત આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial