Advertisement
Author: નોબત સમાચાર

નવરાત્રિ તહેવાર દરમિયાન દીકરીઓની સુરક્ષા માટે જામનગર પોલીસ સજ્જ

સુરક્ષિત રહેવા કેટલીક મહત્ત્વની સલાહઃ

 જામનગર તા. ૩૦: જામનગર જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિ પર્વ દરમિયાન દીકરીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે દીકરીઓને સુરક્ષિત રહેવા માટે કેટલીક મહત્ત્વની સલાહ આપી છે. પોલીસે દીકરીઓને સલાહ આપી છે કે, તેઓ ગરબા રમવા જતા પહેલા તેમના પરિવારજનોને પોતાનું સ્થળ અને મિત્રોના નંબર જણાવી દે. આ ઉપરાંત પોતાના મોબાઈલમાં લોકેશન સેટિંગ હંમેશાં ઓન રાખવું જોઈએ. પોલીસે દીકરીઓને અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવા અને તેમના આપેલા ખાદ્યપદાર્થો ન લેવાની સલાહ આપી છે. સોશિયમ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવા અને પરિચિત જુથમાં જ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.

પોલીસે દીકરીઓને અજાણી વ્યક્તિઓ સાથે અકાંતમાં ન જવા અને ભીડવાળા રસ્તાઓ પસંદ કરવાની સલાહ આપી છે. જો કોઈ મુશ્કેલી આવે તો તરત જ ૧૦૦ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી આ સલાહને અનુસરીને દીકરીઓ નવરાત્રિ પર્વને સુરક્ષિત અને યાદગર બનાવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh