Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુપીઆઈના બદલે રોકડ ઉપાડ કરવાનો રખાય છે આગ્રહ !
રાવલ તા. ૩૦: રાવલની બેંક ઓફ ઈન્ડિયામાં કેવાયસી કરાવવા લાંબી લાઈનો લાગી છે અને બેંકની જગ્યા સાંકડી હોવાથી દુર્ઘટનાનો ખતરો રહે છે.
રાવલની બેંક ઓફ ઈન્ડિયામાં કેવાયસી માટે લાંબી લાંબી લાઈનો સાથે બેંકમાં ગીરદી થઈ રહી છે, તો બીજી તરફ બેંકમાં સાંકડી જગ્યા હોવાથી કોઈ દુર્ઘટના થાય કે ભાગદોડ થાય તો બહાર નીકળવાનો યોગ્ય માર્ગ પણ નહીં હોવાથી ગમખ્વાર અનહોની સર્જાય, તેવો ખતરો પણ ઝળુંબી રહ્યો છે. બેંકના બ્રાન્ચ મેનેજર વર્ક બર્ડનના કારણે કસ્ટમર્સ સાથે ઉદ્ધત વર્તન કરી રહ્યા હોવાની ફરિયાદ પણ ઊઠી છે.
એક તરફ મોદી સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે આગ્રહ રાખી રહ્યા છે, જ્યારે રાવલની બેંક ઓફ ઈન્ડિયાના બ્રાન્ચ મેનેજર લોકોને યુપીઆઈ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના બદલે રોકડ ઉપાડ કરવા જણાવી રહ્યા હોવાથી વિરોધાભાસ ઊભો થઈ રહ્યો હોવાની રાવ પણ ઉઠી રહી છે.
આ મુશ્કેલી નિવારવા, દુર્ઘટના ટાળવા રાવલ બ્રાન્ચના બેંક મેનેજરને ઉચ્ચ સત્તાવાળાઓ તાકીદે જરૂરી સૂચનાઓ આપે તે જરૂરી છે, અન્યથા જનાક્રોશ વધુ વકરી જશે તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial