Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ આંચકો લાગતા પરપ્રાંતિય યુવાનનું મોતઃ
જામનગર તા. ૩૦: લાલપુરના મોટા ખડબા ગામના એક પ્રૌઢ મેમાણા ગામ તરફ શનિવારે સાંજે ચાલીને જતા હતા ત્યારે સસોઈ નદીના બેઠા પુલ પર અચાનક જ પાણીનો પ્રવાહ વધતા તેઓ તણાઈ ગયા હતા. જ્યારે ઈલેકટ્રીક શોર્ટ લાગતા પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું હતું અને ધુતારપરમાં ઝેરી જનાવર કરડી જતા વૃદ્ધાનું સારવારમાં મૃત્યુ થયું હતું. પોલીસે ત્રણેય બનાવની તપાસ શરૂ કરી છે.
લાલપુર તાલુકાના મોટા ખડબા ગામના રહેવાસી છોટુભા અગરસંગ જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા ખેડૂત શનિવારે સાંજે ચારેક વાગ્યે મોટા ખડબાથી મેમાણા ગામ તરફ જવા માટે નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં સસોઈ નદીના બેઠા પુલીયા પરથી પસાર થતી વેળાએ અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા છોટુભા તેમાં તણાઈ ગયા હતા. તેઓની પાણીના વહેણમાં શરૂ કરાયેલી શોધખોળ વચ્ચે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે યુવરાજસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલા સ્વામિનારાયણ ધામ બેમાં રહેતા મૂળ કાનપુર જિલ્લાના વતની ચોવીસ વર્ષના નમનસિંહ રામુસિંહ રાજપુત શનિવારે સવારે માર્બલ કટીંગ કરવાનું મશીન ચલાવતા હતા ત્યારે તેનો વાયર સમેટતી વખતે આ યુવાનને અચાનક વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. કોન્ટ્રાક્ટર ઓમસિંહ હરિશંકર સિંહ રાજપૂતે પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા સવિતાબેન જમનભાઈ ચાંગાણી નામના ૬૦ વર્ષના વૃદ્ધા ગઈ તારીખ ૧૮ની રાત્રે પોતાના ઘરે ફળિયામાં વાસણ ધોતા હતા ત્યારે તેમને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું સારવારમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે. તેમના પતિ જમનભાઈ નાથાભાઈ ચાંગાણીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial