Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાગાયત વિભાગ દ્વારા સવાબે લાખની સહાય મળતા
જામનગર તા. ૩૦: જામનગર જિલ્લાના ઠેબા ગામે રહેતા અશોકભાઈ સંઘાણી જણાવે છે કે, બાગાયત વિભાગ દ્વારા મને રૂ. ર.ર૭ લાખની સહાય આપવામાં આવી છે. જેમાંથી સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરીનું નિર્માણ કર્યું છે. જેમાં વિવિધ ફળ, ફૂલ અને શાકભાજીના રોપાઓનો ઉછેર કરી તેના વેંચાણ થકી હું આર્થિક રીતે સદ્ધર બન્યો છું. વિભાગ દ્વારા અવારનવાર તાલીમ સત્રનું પણ આયોજન કરી ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.
અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી વ્યક્તિગત દિશાનિર્દેશો સૂચવવામાં આવે છે તે બદલ બાગાયત વિભાગના તંત્રને તેમણે બિરદાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળની સહાયનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ પ૦૦ ચો.મી. વિસ્તારમાં નર્સરી બનાવવાની રહે છે. લાભાર્થી દીઠ તેમજ ખાતાદીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર છે. જે બાગાયતદાર ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. તેવી માહિતી પણ જામનગરના હાપામાં યોજાયેલ ગરીબ કન્યાણ મેળા દરમિયાન અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial