Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ોલીસે પતિનું નિવેદન નોંધ્યંુ:
જામનગર તા. ૩૦: જામનગરના બાલાજી પાર્ક-૩માં રહેતા એક પરપ્રાંતિય પરિણીતાએ પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થયા પછી ગઈરાત્રે પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લઈ જીવતર ટૂંકાવ્યું છે. જામનગરના ઢીંચડા રોડ પર આવેલા બાલાજી પાર્ક-૩માં બ્લોક નં.રપ/૨માં રહેતા અક્ષય મહેશકુમાર સચાન નામના પરપ્રાંતીય યુવાનના પત્ની શ્વેતાબેન (ઉ.વ.રપ)એ ગઈરાત્રે પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાટૂંપો ખાધો હતો. આ મહિલાને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યો છે અને પતિ અક્ષયનું નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવાયા મુજબ પતિ-પત્ની વચ્ચે ગઈકાલે સાંજે કોઈ બાબતે બોલાચાલી થયા પછી આ પરિણીતાએ આત્મહત્યા વ્હોરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial