Advertisement
Author: નોબત સમાચાર

બરડા ડુંગર, ઘુમલી, આભાપરા, સોનકંસારી તથા ભીમનાથ મહાદેવની જગ્યા બની શકે ટ્રેકીંગ પોઈન્ટ

પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને કરાયુ સૂચનઃ

ખંભાળીયા તા. ૩૦: ભાણવડ-પોરબંદર વચ્ચે ફેલાયેલો બરડો ડુંગર, ઘુમલી, અભાપરા, સોનકંસારી તથા ભીમનાથ મહાદેવની જગ્યાએ ટ્રેકીંગ પોઈન્ટ તરીકે વિકસાવી શકાય છે તેવું સૂચન પ્રવાસીમંત્રી મૂળુભાઈ બેરાને થતા તેમણે આ દિશામાં સરકારકક્ષાએ વિચારણા થશે તેવી ખાતરી સાથે હૈયાધારણા આપી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઐતિહાસિક તથા જેમાં અનેક ધાર્મિક જગ્યાઓ તથા વનસ્પતિઓનો ભંડાર છે તે બરડા ડુંગરનો પર્વતારોહણમાં ટ્રેકીંગ માટે બેઝીક કોર્સના સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય તથા ભાણવડ બ્રહ્મ અગ્રણી ડો. રમેશભાઈ ભટ્ટ સહિતના સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજુઆતો થઈ છે.

સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં પર્વતારોહણની તાલીમ તથા સર્ટિફીકેટ બેઝીક કોર્સ તથા અન્ય કોર્સ થાય છે. જુનાગઢની જેમ ગીરનાર પર્વત જેવો બરડો ડુંગર પણ પર્વતારોહણની પ્રાથમિક તાલીમમાં ખૂબ ઉપયોગી થાય તેમ છે.

બરડા ડુંગરમાં ઘુમલી આશાપુરા મંદિર, ભીમનાથ મહાદેવ, સોન કંસારીના ડેરા, આભાપરા સહિતની અનેક જગ્યાઓ છે. જ્યાં ડુંગરોમાં કેડીઓ બનાવીને ટ્રેકીંગ કરતા જવાય છે. હાલ હરીયાળું વાતાવરણ તથા ખડખડ વહેતા ઝરણામાં લોકો મોટી સંખ્યામાં ઘુમલી, ભીમનાથ, સોનકંસારી તથા આભાપરા જાય છે ત્યારે જો અહીં કાયમી ધોરણે પર્વતારોહણની તાલીમ સંસ્થા સ્થપાય તો યુવાનોને જુનાગઢ જવું ના પડે અને અહીં પ્રકૃતિના વાતાવરણમાં પર્વતારોહી થઈ શકે જેથી દ્વારકા જિલ્લાના આ બન્ને અગ્રણીઓએ રજુઆતો કરતા રાજ્યમંત્રીએ સકારાત્મક પ્રયત્ન કરવા ખાતરી આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh