Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમસંબંધ તોડવા ઈચ્છતા મહિલાને અપાઈ ધમકીઃ યુવાનને માર પડ્યો

જોડિયાના સામપરમાં ખેડૂત પર છરીથી હલ્લોઃ

જામનગર તા. ૨૮: જોડિયાના સામપર ગામમાં ખેતરમાં આવવા-જવાના રસ્તા બાબતે બોલાચાલી પછી તેનો ખાર રાખી એક યુવાન પર છરીથી હુમલો કરાયો છે. પ્રેમસંબંધ ન રાખવા ઈચ્છતા પરિણીતાને ઘેર આવી ભાડથરના શખ્સે ધમકી આપી હતી. જ્યારે પાણીની લાઈન નાખવાની બાબતે બે પાડોશીએ કલ્યાણજી મંદિર પાસે રહેતા યુવાનને ઢીકાપાટુથી માર માર્યાે હતો.

જોડિયા તાલુકાના માધાપર ગામમાં રહેતા બાબુભાઈ ભાણાભાઈ ભરવાડ નામના ખેડૂતે પાંચેક મહિના પહેલા સામ૫ર ગામ નજીક એક ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યું હતું તે ખેતરની બાજુમાં જ ખેતર ધરાવતા સામપર ગામના હીરાભાઈ મલાભાઇ બાંભવા સાથે ખેતરમાં આવવા જવાના રસ્તાની બાબતે બોલાચલી થઈ થઈ હતી. તેનો ખાર રાખી શનિવારે સાંજે બાબુભાઈ પર ઢીકાપાટુ તથા છરી વડે હીરાભાઈ મલાભાઇએ હુમલો કરી માર માર્યો હતો.

જામનગરમાં રણજીત સાગર રોડ પર ચુનાના ભઠ્ઠા પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા એક પરણીતાને અગાઉ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના અજીત ઇબ્રાહીમ શાહમદાર નામના શખ્સ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો તે પછી આ સંબંધ તોડી નાખવા માટે આ પરિણીતાએ કહેતા ઉશ્કેરાયેલા અજીતે ગઈ તા.૧૬ની સવારે તેણીના ઘેર આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ચાંદી બજાર વિસ્તાર નજીક આવેલા કલ્યાણજી મંદિર પાસે વસવાટ કરતા જીગ્નેશભાઈ ચંદ્રકાંતભાઈ ધોરાજીયા નામના આસામી પોતાના ઘર પાસે રસ્તામાં પાણીની લાઈન નખાવતા હોય તેમ ન કરવા માટે પાડોશી ચકન તથા લાલા નામના શખ્સે ના પાડી હતી. તે પછી શનિવારે બપોરે જીગ્નેશભાઈ પર આ બંને શખ્સે બોલાચાલી કરી ઢીકાપાટુથી  હુમલો કરી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh