Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજાશેઃ અશ્વિની વૈષ્ણવ

૭૦મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ૮ ઓકટોબરે

નવી દિલ્હી તા. ૩૦: સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર ૮ ઓકોબર, ર૦ર૪ ના ૭૦ મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે. આ જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે તેમની સિનેમેટિક જર્ની પેઢીઓને પ્રભાવિત કરે છે.

સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર ૮ ઓકટોબર, ર૦ર૪ ના ૭૦મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અભિનેતાને આ સન્માન આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર લખ્યું મિથુન દાની સિનેમેટિક સફરને દરેક પેઢીને પ્રેરણા આપી છે. દાદાસાહેબ ફાળકે સિલેકશન જયુરીએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હીટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, અગ્નિપથનો સમાવેશ થાય છે. મિથુન ચક્રવર્તીએ હિન્દી, તમિલ અને બંગાળી સહિત ૩પ૦ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે પોતાના કરિયરની શરૂઆત ૧૯૭૬ માં આવેલી ફિલ્મ 'મૃગયા'થી કરી હતી. આ ફિલ્મમાં તેના શસકત અભિનય માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. આ પછી તેણે કયારેય પાછું વળીને જોયું નથી. ૧૯૮ર માં રિલીઝ થયેલી તેની ફિલ્મ 'ડિસ્કો ડાન્સર' એ બોકસ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ તેની પહેલી ફિલ્મ છે, જેણે ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મથી મિથુન સુપરસ્ટાર બની ગયો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh