Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ખૂલ્લા મૂકાયેલા
ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા એ.પી.એમ.સી.માં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના ૧ર હજાર કરતા વધારે લાભાર્થીઓને રૂ. ૩.૬૬ કરોડથી વધુ રકમના લાભો મહાનુભાવોના હસ્તે વિતરીત કરાયા હતાં.
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં એ.પી.એમ.સી. ખંભાળીયા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧ર,૪૧૧ જેટલા લાભાર્થીઓને રૂ. ૩.૬૬ કરોડથી વધુ રકમની સાધન સહાય વિતરીત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૧૪માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન આજરોજ સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૦૯-૧૦થી શરૂકરાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૧૩ તબક્કાઓમાં કુલ ૧૬૦૪ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ યોજી કુલ ૧ કરોડ ૬૬ લાખથી વધુ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા છે. ગરીબ કલ્યાણ મેળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિલક્ષી યોજનાઓ ઝડપી લાભ, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વિસ્તૃત સમજ તેમજ રાજ્યના સર્વાંગી વિકાસમાં લોકસહયોગ સાથે ગરીબ પરિવારોને હાથો હાથ સહાય આપવાનો છે. રાજ્યની વિકાસ યાત્રામાં જોડાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પમાં અમૂલ્ય યોગદાન આપે તેવી રાજ્ય સરકારની નેમ છે. આમ, ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન હાથ ધરી મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય દિશા તરફનો એક વિશિષ્ટ પ્રયોગ છે.
વિશ્વ પ્રવાસન દિવસની શુભકામના પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રવાસન ક્ષેત્રો મજબૂતાઇ સાથે વિકસિત બની રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રવાસન ક્ષેત્ર પણ ઝપડથી વિકસિત થઇ રહ્યું છે. પ્રવાસન સ્થળોના વિકાસના પરિણામે ગરીબો માટે રોજગારીની વિપુલ તકો નિર્માણ થયું છે જેના પરિણામે તેમના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમમાં સ્વાગત ઉદબોધન કરતા જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા માત્ર સરકારી સહાય આપવાના ઉદેશ્યથી નહિ પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાથી ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન બન્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓથી એક પણ જરૂરિયાતમંદ અળગો ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. આ કોઈ પર દયા, દાન કે ઉપકાર નહિ પણ જેના હક્કનું છે તેને લાભ આપવાનો સેવાયજ્ઞ છે.
આ તકે સામાજિક અગ્રણી પી.એસ જાડેજાએ જણાવ્યું હતું કે, હવે સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે સરકારી કચેરી જવું નથી પડતું પરંતુ અધિકારીઓ તથા કર્મચારીઓ લાભાર્થીઓની ઓળખ કરી તેમની પાસે જઈ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
કાર્યક્રમમાં ગરીબ કલ્યાણ મેળા તથા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંગેની ટુંકી ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત સૌ કોઈએ કુતૂહલ પૂર્વક નિહાળ્યું હતું. તેમજ સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતા જાળવવાના શપથ ગ્રહણ કર્યા હતા.
ગરીબ કલ્યાણ મેળાથી લાભ પ્રાપ્ત થતા લાભાર્થીઓના જીવનમાં આવેલ ગુણાત્મક પરિવર્તન અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ત્યારબાદ સૌ કોઇએ રાજ્યની વિકાસયાત્રા ઝડપ ગતિએ આગળ ધપાવનાર યશસ્વી મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો.
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન, પાલક માતા પિતા યોજના, આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, માનવ કલ્યાણ યોજના, માનવ ગરીમા યોજના, પી .એમ.વિશ્વકર્મા યોજના, વ્હાલી દીકરી યોજન સહિત અનેક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય વિતરીત કરવામાં આવી હતી.
વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા સ્ટોલની મુલાકાત પછી મહાનુભાવો દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભૂપેશ જોટાણીયા દ્વારા કરવામાં આવી હતી.
ગરીબ કલ્યાણ મેળાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી.પટેલ, અગ્રણી એભાભાઈ કરમુર પ્રતાપભાઈ પિંડારિયા, સગાભાઈ રાવલિયા, ભરતભાઈ ચાવડા, ઇન્દ્રજીતસિંહ પરમાર સહિત અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial