Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયુષ હોસ્પિટલ દ્વારા હૃદયરોગ અંગે જનજાગૃતિ માટે
જામનગરમાં આયુષ હોસ્પિટલ દ્વારા હૃદય રોગ અંગે જાગૃતિ માટે ગઈકાલે સવારે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું પ્રસ્થાન મેયર, સાંસદ અને ધારાસભ્ય તેમજ શહેર ભાજપ પ્રમુખએ ઝંડી બતાવી કરાવ્યું હતું. જામનગરની આયુષ હોસ્પિટલ દ્વારા કાર્ડીયાક અવેરનેસ અને હૃદયરોગ અંગે જન જાગૃતિ અભિયાન હેઠળ ગઈકાલે તા. ર૯ અને રવિવારે સવારે ૬ વાગ્યે જામનગર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ સમર્પણ હોસ્પિટલ પાસેથી કરવામાં આવ્યો હતો. જે દિગ્જામ સર્કલ, શરૂ સેકશન રોડ, વિરલ બાગ, ડીકેવી, જી.જી.હોસ્પિટલ, ગુરૂદ્વારા, લાલ બંગલા, લાખોટા તળાવે પૂર્ણ થઈ હતી. જેમાં અસંખ્ય લોકો જોડાયા હતાં અને પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનારને રૂ. ૧૦,પ અને ૩ હજારના રોકડનો ઈનામો આપવામાં આવ્યા હતાં. આ મેરેથોન દોડને મેયર વિનોદ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા અને આયુષ હોસ્પિટલના આગેવાનોએ ઝંડી બનાવી પ્રસ્થાન કરાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial