Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તાર પાસે આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીમાં દસેક દિવસ પહેલાં આવી ચઢેલા એક શખ્સે ટ્રસ્ટી સાથે બોલાચાલી કર્યા પછી ફડાકા ઝીંકયા હતા અને ઓફિસની બારીનો કાચ તોડી નાખ્યો હતો. ટ્રસ્ટીએ તે જ્ઞાતિજન સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના હિરજી મીસ્ત્રી રોડ પર શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા દયાળજીભાઈ મોહનભાઈ ભારદીયા નામના વૃદ્ધ પંચેશ્વર ટાવર પાસે આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેઓ ગઈ તા.૮ની સવારે જ્ઞાતિની વાડીમાં પહોંચ્યા પછી ઓફિસમાં જતા હતા ત્યારે ધર્મેન્દ્ર જાદવજીભાઈ ભારદીયા નામનો શખ્સ ઓફિસમાં બેઠો હતો. તેને દયાળજીભાઈએ કેમ બેઠો છો તેમ પૂછ્યું હતું.
આ બાબતથી ઉશ્કેરાયેલા ધર્મેન્દ્રે ઓફિસમાં ધમાલ મચાવી દયાળજીભાઈને ગાળો ભાંડવા ઉપરાંત ફડાકા ઝીંકી દીધા હતા અને ઓફિસની બારીનો કાચ તોડી નાખી રૂ.૧ હજારનું નુકસાન કર્યું હતું. સિટી એ ડિવિઝનમાં ગઈકાલે દયાળજીભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial