Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓ અને પૂર્વ કોંગી નેતાની પણ થઈ ગઈ નોંધણી!
રાજકોટ તા. ૧૯: રાજકોટની એક હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ભાજપના સદસ્ય બનાવી દીધાના અહેવાલો પછી ક્યાંક શાળાના બાળકોને તથા પૂર્વ કોંગી મહામંત્રીને પણ ભાજપના સભ્ય બનાવાયા હોવાના અહેવાલો વહેતા થતા ભાજપના ભોપાળાં ચર્ચાસ્પદ બન્યા છે.
ભાજપમાં સદસ્યતા અભિયાનને લઈ હરિફાઈ ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઉઠાડી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હતાં, જેમાં એક વીડિયો વાયરલ થયો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રણછોડદાસ ટ્રસ્ટની હોસ્પિટલ દ્વારા રાજકોટમાં ૧૬ ઓક્ટોબરે જૂનાગઢના દર્દીઓનો કેમ્પ હતો, જેમાં દર્દીઓએ આંખના ઓપરેશનની સારવાર લીધી હતી અને તેઓ આરામ કરી રહ્યા હતા અને કોઈ વ્યક્તિ દ્વારા તેમને હોસ્પિટલમાં અંદર આવીને જગાડવામાં આવે છે. ત્યારપછી મોબાઈલમાં નંબર નાખીને ઓટીપી માગવામાં આવે છે. જૂનાગઢના દર્દીએ મોબાઈલમાં વીડિયો ઉતારતા આ ભાંડો ફૂટ્યો છે.
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાની આણીન્દ્રા શાળાના વિદ્યાર્થીઓને પણ ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા હતાં. વઢવાણના અણીન્દ્રામાં આવેલી એમ.આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં મોબાઈલ લાવીને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ થયા હતાં. જેને લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટીસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
તે ઉપરાત આ સદસ્યતા અભિયાનમાં મહેસાણા જિલ્લા ઊઝાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નટુજી ઠાકોરને ખોટી રીતે ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા હતાં. જેનો તેમના મોબાઈલ ફોનમાં મેસેજ આવતા ખુલાસો કરી જાહેર કર્યું હતું. ઊંઝાના પ્રદેશ ભાજપ પ્રમુખને આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરી હતી.
આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્યો નોંધતા ભાજપને આંખે પાણી આવ્યું છે. મોટા ઉપાડે બે કરોડનો ટાર્ગેટ અપાયો છે, પણ આ સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતા કેટલી છે તેની વાસ્તવિક્તા છતી કરી દીધી છે. સભ્ય નોંધણીને મોળો પ્રતિસાદ મળ્યો છે.
ખુદ ભાજપમાં જ ગણગણાટ છે કે, ભાજપને ભરતી મેળો પણ નડ્યો છે. કેમ કે, સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો હાંસિયામાં ધકેલાયા છે. પક્ષપલટુઓએ સરકાર અને કમલમ્માં અડિંગો જમાવ્યો છે. અસંતોષ-જુથવાદની આગે ભાજપને ભરડામાં લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial