Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણતરીની કલાકોમાં પોલીસે ગુન્હો ઉકેલ્યોઃ પૂરેપૂરો મુદ્દામાલ કબજેઃ
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયામાં જોધપુર નાકા પાસેથી ગુરૂવારે રાત્રે દુકાન વધાવીને ઘેર જતાં એક વેપારીની રૂ.૭૩૬૬૦ની રોકડવાળી થેલી ઝૂંટવાઈ ગઈ હતી. બાઈક પર નાસી છૂટેલા લૂંટારૂઓને પકડી પાડવા પોલીસે શરૂ કરેલી તપાસમાં ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. પૂરેપૂરી રકમ સાથે ત્રણ ઝડપાઈ ગયા છે.
ખંંભાળિયા શહેરમાં જોધપુર નાકા પાસે જંતુનાશક દવાની દુકાન ચલાવતા અશોકભાઈ થાવરદાસ ગોકાણી નામના વેપારી ગુરૂવારે રાત્રે સાડા નવેક વાગ્યે દુકાન વધાવ્યા પછી ઘર તરફ જવા માટે જીજે-૩૭-એ ૧૧૬૭ નંબરના એક્ટિવામાં રવાના થયા હતા.
આ વેળાએ તેઓએ પોતાના નિત્યક્રમ મુજબ આખા દિવસનો વકરો તથા રોજમેળ લખેલી બુક થેલીમાં સાથે રાખી હતી. તેઓ જ્યારે ઘર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે એક બાઈક પર ધસી આવેલા બે અજાણ્યા શખ્સે નજીક આવી અશોકભાઈને ધક્કો મારી પછાડી દીધા હતા અને પછી રૂ.૭૩૬૬૦ની રોકડ જેમાં હતી તે થેલી લૂંટી પોબારા ભણ્યા હતા. અચાનક બનેલા બનાવથી હેબતાયેલા અશોકભાઈએ બુમાબુમ કરી હતી પરંતુ બંને લૂંટારૂ નાસી ગયા હતા.
ઉપરોક્ત ફરિયાદ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી લીધી હતી. લૂંટારૂઓ સાથે એક શખ્સ આગળ પાયલોટીંગ કરતો હોવાની આશંકા પણ સીસી ટીવી ફૂટેજ ચકાસતા ઉભી થવા પામી હતી. આ ગુન્હાની તપાસ માટે એસપી નિતેશ પાંડેયે હુકમ કરતા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, ખંભાળિયાના ઈન્ચાર્જ પીઆઈ વી.એ. રાણા, પીએસઆઈ આર.આર. જરૂ, એમ.એન. ચૌહાણના વડપણ હેઠળની ટૂકડીઓ જોતરાઈ હતી.
તે દરમિયાન જુદી જુદી જગ્યાના સીસીટીવી ફૂટેજ વગેરે ચકાસાતા અને બાતમીદારો પાસેથી મળેલી વિગતોના આધારે ત્રણ શખ્સને દબોચી લેવાયા છે. ખંભાળિયાના ચૂનાના ભઠ્ઠા પાસે મેરેજ હોલ પાસે રહેતા દિનેશ ગોવિંદભાઈ ધોરીયા, કુંભારપાડામાં રહેતા રોહિત ધરમશીભાઈ ડાંગર, રાહુલ ધીરૂભાઈ ચૌહાણ નામના ત્રણ શખ્સની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સોએ લૂંટનો ગુન્હો કબૂલ કરી વેપારી પાસેથી ઝૂંટવેલી રૂ.૭૩૬૬૦ રોકડ સાથેની થેલી કાઢી આપી છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial