Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયાઃ માર્ગદર્શન અપાયું
કેડેટ્સ વચ્ચે સહાનુભૂતિને પ્રોત્સાહન આપવા અને ટીમ ભાવના વિક્સાવવા માટે સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં ચાર અલગ-અલગ કેટેગરીમાં ઈન્ટર હાઉસ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપ ર૦ર૪-રપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેડેટોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
વર્ગ ૯ થી ૧૧ સુધીના કેડેટ્સ માટે ગ્રુપ 'એ' હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ ૯.૮ કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું હતું. વર્ગ ૮ અને ૭ ના કેડેટ્સે ગ્રુપ 'બી' અને ગ્રુપ 'સી' કેટેગરીમાં ભાગ લીધો હતો અને તેઓ બધાએ ૪.૬ કિમીનું અંતર કાપ્યું હતું. ગ્રુપ 'ડી' વર્ગ ૬ કેડેટ્સ માટે હતું જેમણે ૩ કિ.મી.નું અંતર સફળતાપૂર્વક કાપ્યું હતું.
શિવાજી હાઉસના ધોરણ દસમા અભ્યાસ કરતા કેડેટ મોહિત સોનવને, ગરુડ હાઉસના ધોરણ આઠમા અભ્યાસ કરતા કેડેટ પ્રિન્સ રાજપૂત, શાસ્ત્રી હાઉસના ધોરણ સાતમા અભ્યાસ કરતા કેડેટ આશુતોષ કુમાર અને ધો. ૬ ના કેડેટ મો. આરીફ, સરદાર પટેલ હાઉસના વર્ગ ૬ એ ગ્રુપ 'એ'માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અનુક્રમે ગ્રુપ 'બી', ગ્રુપ 'સી' અને ગ્રુપ 'ડી'એ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. અનુક્રમે સિનિયર ગ્રુપ ચેમ્પિયનશીપ ટ્રોફી શિવાજી હાઉસ અને જુનિયર ગ્રુપમાં શાસ્ત્રી હાઉસે જીતી હતી. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં.
સભાને સંબોધતા તેમણે વિજેતાઓ અને તમામ કેડેટ્સને રન સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં અને જણાવ્યું હતું કે કોઈપણ રમતમાં કે ક્રોસ કન્ટ્રી રમતમાં ભાગ લેવો એ વધુ મહત્ત્વપૂર્ણ છે. ક્રોસ કન્ટ્રી શારીરિક સહનશક્તિ, માનસિક શક્તિ અને સ્વ-શિસ્ત વિક્સાવવામાં મદદ કરે છે. સલાહ આપી કે, 'સારૂ ખાઓ', 'સારી ઊંઘ લો', 'મહેનતથી અભ્યાસ કરો' અને 'સ્વસ્થ રહો'.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial