Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા, નાઘેડી તથા ગોરધનપરમાં પણ કાર્યવાહીઃ
જામનગર તા. ૧૯: જામનગર નજીક દરેડમાં બે આસામીએ અનુક્રમે ૩૮ તથા ૧૨ ઓરડા બનાવી પરપ્રાંતિયોને રહેવા માટે આપી દીધા પછી ભાડૂતોની વિગત પોલીસને નહીં આપતા બંને સામે કાર્યવાહી કરાઈ છે. જ્યારે સિક્કા તેમજ નાઘેડી, ગોરધનપર ગામ પાસે મકાન ભાડે આપનાર ત્રણ સામે કાર્યવાહી કરાઈ છે.
જામનગર નજીક દરેડ ગામમાં પટેલ સમાજ પાસે એક આસામીએ ૩૮ ઓરડા બનાવી કેટલાક પરપ્રાંતીય લોકોને રહેવા માટે આપ્યા પછી તે તમામ ભાડૂતોની વિગતો એકત્ર કરી પોલીસને આપી ન હોવાથી ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં ચકાસણી હાથ ધરી હતી.
તે દરમિયાન દરેડમાં અનાજની દુકાન ચલાવતા મહેન્દ્રભાઈ દામજીભાઈ બુસા નામના આસામીએ પોતાના ૩૮ ઓરડા આવી રીતે ભાડે આપ્યાનું જણાઈ આવતા પો.કો. જે.પી. જાડેજાએ ખુદ ફરિયાદી બની મહેન્દ્રભાઈ સામે જાહેરનામા ભંગ અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી શ્રીજી સોસાયટીમાં હાસમભાઈ મામદભાઈ સંઘાર નામના આસામીએ પણ પોતાના મકાન તથા ઓરડીઓ ભાડે આપી તેની વિગત પોલીસને પૂરી પાડી ન હતી. જમાદાર એમ.પી. સીંધવે સિક્કા પોલીસ મથકમાં હાસમભાઈ સામે ગુન્હો નોંેંધાવ્યો છે.
જામનગર નજીકના દરેડમાં મસીતિયા ગામના ગફાર સીદીકભાઈ મેકાણીએ પણ બાર ઓરડા બનાવી પરપ્રાંતીય વ્યક્તિઓને ભાડે આપી દીધા હતા અને ભાડુઆતની વિગતો પોલીસને આપી ન હતી. તેથી પો.કો. એ.આર. વીરડાએ ખુદ ફરિયાદી બની પંચકોશી બી ડિવિઝનમાં ગુન્હો નોંધાવ્યો છે.
જામનગર-ખંભાળિયા રોડ પર નાઘેડી ગામ પાસે ગ્રીન વીલા સોસાયટીમાં સચિન કાનજીભાઈ નકુમ નામના આસામીએ પોતાનું મકાન ભાડે આપી તેની વિગત પોલીસને આપી ન હતી. જ્યારે ગોરધન પર ગામ નજીક પુષ્પક પાર્કમાં દિનેશભાઈ ગોપાલદાસ બદિયાણીએ પણ પોતાનું મકાન ભાડે આપી ભાડૂતની વિગત આપી ન હતી. આ બંને આસામી સામે પણ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial