Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લો પ્રેસરના કારણે તોફાની પવનો ફૂંકાશેઃ
નવી દિલ્હી તા. ૧૯: શિયાળાના પ્રારંભે પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા થતા એક તરફ હાડ ધ્રુજાવતી ઠંડી પડશે, તો બીજી તરફ દરિયામાં ભારે પ્રેસર સર્જાતા ઠંડા પવનો ફૂંકાશે, તેવું એલર્ટ આઈએમડીએ આપ્યું છે.
દેશભરમાં શિયાળાનું આગમન થતા જ ઉત્તર ભારતમાં સવાર-સાંજ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવામાન વિભાગે આગામી સપ્તાહથી હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.
જો કે, ઉત્તર ભારતમાં હવામાન ચોખ્ખું રહેશે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર ર૪ ઓક્ટોબરની આસપાસ પાકિસ્તાનમાંથી ઉત્તર પશ્ચિમી પવન ભારતમાં પ્રવેશ કરશે જેના કારણે હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થશે, જ્યારે હરિયાણા, પંજાબ, ચંદીગઢ જેવા મેદાની રાજ્યોમાં હિમવર્ષા શરૂ થશે અને ઠંડા પવનો ફૂંકાશે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહારમાં ઠંડીનો પ્રકોપ જોવા મળશે.
દિવસના તાપમાનમાં ૭ થી ૮ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયકલોનિક સરક્યુલેશન બનવાને કારણે લો પ્રેશર બનશે. જેના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, ઓડિશામાં તોફાની પવનો અને ભારે વરસાદ પડશે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં એલર્ટ છે, જેના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઠંડી વધશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સાંજ સુધીમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અને રર ઓક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણનું ક્ષેત્ર બનશે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી ૩ થી ૪ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. આગામી ૭ દિવસમાં દેશમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી ર દિવસ સુધી તોફાની પવન ફૂંકાઈ શકે છે.
તમિલનાડુ અને કર્ણાટકમાં આજે ર૦-ર૧ ઓક્ટોબરે વરસાદની ચેતવણી છે. મધ્ય પૂર્વ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્કયુલેશન સર્જાઈ રહ્યું છે, જે લોપ્રેશર એરિયા બનાવશે. આ લો પ્રેશર વિસ્તાર આગામી ૩ થી ૪ દિવસમાં મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધશે જેના કારણે અરબી સમુદ્રને અડીને આવેલા મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં ૩પ થી ૪પ અને પ૦ થી પપ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
ર૦ ઓક્ટોબરે ઉત્તર આંદામાન સમુદ્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ થઈ રહ્યું છે, જે રર ઓક્ટોબર સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનાવશે. આ કારણે ર૩-ર૪ ઓક્ટોબરે બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે દેશભરમાં ઠંડીનો પ્રકોપ વધશે, અને હાડ ધ્રુજાવતી ઠંડી પડશે, તેવું એલર્ટ અપાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial