Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુમ થનાર વ્યક્તિઓ અંગે માહિતી આપવા પોલીસ દ્વારા કરાયો અનુરોધઃ
જામનગર તા. ૧૯: જામનગરના એરફોર્સ રોડ પર રાવલવાસમાં રહેતા એક મહિલા સાડા ત્રણ વર્ષ પહેલાં પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પોલીસને જાણ કરાઈ છે. જયારે દસેક મહિના પહેલાં બે યુવાન પણ ગુમ થયાનું પોલીસ સમક્ષ જાહેર કરાયંુ છે.
જામનગરના ઢીંચડા રીંગ રોડ પર આવેલા સાંઈરામ પાર્કમાં વસવાટ કરતા ભરતભાઈ અરશીભાઈ છૈયા નામન ચાલીસ વર્ષના આહિર યુવાન ગઈ તા.૨૯ ડિસેમ્બર ૨૦૨૩ના દિને દ્વારકા જવાનું કહીને ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતાં તેમના પત્ની કવિબેન છૈયાએ પતિની શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં ભરતભાઈનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ યુવાનનો ફોટો, વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના અરજણભાઈ હીરાભાઈ ગેડા ઉર્ફે અજીતભાઈ (ઉ.વ.૪૦) નામના યુવાન હાલમાં સમર્પણ હોસ્પિટલ રોડ પર ચેમ્બર કોલોનીમાં રહેતા હતા. ત્યાંથી ગઈ તા.૩૧-૧૨-૨૦૨૩ની રાત્રે ગુમ થઈ ગયા છે. તેમના ભાઈ ગોવિંદભાઈ હીરાભાઈએ પોલીસને વાકેફ કરી છે.
જામનગરના એરફોર્સ રોડ પર આવેલા મહાકાળી સર્કલ નજીક રાવળવાસમાં રહેતા સરોજબેન રમેશભાઈ રાઠોડ નામના પાંત્રીસ વર્ષના મહિલા ગઈ તા.૧૭ૅ-૧-૨૦૨૧ની રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. તેણીના પતિ રમેશભાઈ મોતીભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત ત્રણેય વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી ડિવિઝનના જમાદાર એ.જે. સીંહલા-૯૯૭૮૫ ૮૬૧૦૯ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial