Advertisement
Author: નોબત સમાચાર

ચીફ ફાયર ઓફિસર વતી રૂ.૩૦ હજારની લાંચ માંગનાર વચેટીયાને દબોચતી એસીબી

હંગામી ડોમ ઉભુ કરવા લાંચની કરાઈ હતી માગણીઃ

જામનગર તા. ૧૯: રાજકોટમાં એક સેમિનારમાં હંગામી ડોમ ઉભો કરવા ઈચ્છતા નાગરિક પાસે એક ખાનગી સિક્યુરિટી એજન્સીના માણસે લગત ફાયર ઓફિસર સાથે ઘરોબો હોવાનું કહી એનઓસી અપાવવા રૂ.૩૦ હજારની લાંચ માંગતા ફરિયાદ કરાઈ હતી. એસીબીએ છટકુ ગોઠવી કહેવાતા આ વચેટીયાને રૂ.૩૦ હજારની લાંચની રકમ લેતો પકડી લીધો છે.

રાજકોટ શહેરમાં એક આસામીએ યોજાનારા પ્રોપર્ટી એક્સપો નામના સેમિનારમાં ભાગ લેવા માટે ટેમ્પરરી ડોમ ઉભો કરવો હતો. તે માટે ફાયર શાખાની એનઓસી મેળવવાની જરૂરિયાત ઉભી થતાં આ આસામીએ રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે હતો. તે દરમિયાન સ્પેસીફિક ફાયર પ્રોટેકશન નામની પેઢીના સેલ્સ એક્ઝિક્યુટીવ કૌશિક પીપરોતરનો સંપર્ક થયો હતો.

આ શખ્સે તમારા આ કામ માટે લાંચ આપવાની થશે અને આ એનઓસી આપનાર અધિકારી સાથે મારે સંબંધ છે તેમ કહી આ આસામીને એનઓસી મંજૂર કરવા માટે રૂ.૩૦ હજાર આપવાના છે તેમ કહ્યું હતું.

લાંચ ન આપવા ઈચ્છતા આસામીએ લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યાે હતો. તેના પગલે જામનગર એસીબીને છટકુ ગોઠવવા રાજકોટ એસીબી એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલે સૂચના આપી હતી. તેથી જામનગર એસીબી પીઆઈ આર.એમ. વીરાણી તથા ટીમે ગઈકાલે છટકુ ગોઠવ્યું હતું.

તેના ભાગરૂપે રાજકોટના નાણાવટી ચોક પાસે ચાની એક દુકાન નજીક છટકુ ગોઠવાયું હતું અને કૌશિક પીપરોતર રૂ.૩૦ હજારની લાંચ સ્વીકારતો મળી આવ્યો હતો. આ શખ્સ સામે સરકારી કામ કરાવવાના અવેજપેટે લાંચની માગણી કરવા અંગેનો ગુન્હો નોંધી એસીબીએ તેની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં થોડા મહિનાઓ પહેલા ટીઆરપી ગેમઝોનમાં ભભૂકી ઉટેલી આગે નિર્દોષ બાળકોનો ભોગ લીધા પછી તત્કાલિન ફાયર ઓફિસરની ધરપકડ કરાઈ હતી. તે પછી બીજા ફાયર ઓફિસરે ચાર્જ સંભાળ્યો હતો અને તેઓ લાંચના છટકામાં સપડાઈ ગયા હતા. તે પછી ફરીથી ફાયર ઓફિસર વતી કહેવાતી લાંચ માંગનાર આસામીને ગઈકાલે એસીબીએ દબોચ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh