Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ દરવાજા પાસે બે ડ્રાઈવરે ટ્રક રાખતા નોંધાયો ગુન્હો

ભારે વાહનના પ્રવેશ સામે પ્રતિબંધ છતા

જામનગર તા. ૧૯: જામનગરના શહેર વિસ્તારમાં ભારે વાહનો લઈ આવવા પર પ્રતિબંધ હોવા છતાં ગઈકાલે ત્રણ દરવાજા નજીક બે ટ્રક લાવવામાં આવતા અને પાર્ક કરાતા બંને ડ્રાઈવર સામે પોલીસે જાહેરનામા ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે સાંજે જીજે-૧૦-ટીવાય ૫૮૫૮ નંબરનો ટ્રક લાવવામાં આવતા અને તે ટ્રક ટ્રાફિકને અડચણ થાય તે રીતે રાખવામાં આવતા તેના ચાલક કાલાવડના સોહિલ ભીખુભાઈ ડોડાઈ સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

આ જ રીતે દ્વારકા જિલ્લાના મકનપુર ગામનો આલાભાઈ આશાભાઈ મોરી નામનો ડ્રાઈવર પણ જીજે-૩૭-ટી ૫૨૪૨ નંબરનો ટ્રક લઈને ત્રણ દરવાજા પાસે આવ્યો હતો. ત્યાં તેણે ટ્રક રાખતા પોલીસે કાયદા મુજબની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh