Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ અટકાવવા
ખંભાળિયા તા. ૧૯: ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ અટકાવવા અને સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા 'પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪' દ્વારા ઘડવામાં આવેલ છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ નું જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં હોસ્પિટલોના રજિસ્ટ્રેશન, તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજૂ કરેલ અહેવાલો વંચાણે લઈ સોનોગ્રાફી સેન્ટરમાં એક્ટના અમલિકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમિક્ષા કરવામાં આવી હતી. આયોજીત બેઠકમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યો તેમજ જનરલ હોસ્પિટલ-ખંભાળિયાના તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ અંતર્ગત નોંધાયેલ સરકારી/ બિનસરકારી ડોક્ટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ થયેલ જોગવાઈઓ/ નિયમોના ચૂસ્તપણે અમલિકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી દ્વારા સૂચનાઓ અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial