Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રમાં મહાયુતિનું સીટ શેરીંગ મંજૂરઃ મોટા ભાગની બેઠકોની પક્ષવાર ફાળવણી નિશ્ચિત

રાત્રે દોઢ વાગ્યા સુધી બેઠક યોજી માથા૫ચ્ચી પછી

મુંબઈ તા. ૧૯: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સીટ શેરીંગ મંજુર થયું છે. જો કે, કેટલીક બેઠકો માટે નિર્ણય લેવાશે. આ અંગે મહાયુતિના પક્ષો ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત)ના નેતાઓ ટૂંક સમયમાં જાહેરાત કરશે તેમ જાણવા મળે છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઈને બેઠક કરી હતી. આ દરમિયાન સત્તાધારી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને વાતચીત સફળ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર લગભગ તમામ સીટો પર વાતચીતને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી અને રાત્રે ૧:૩૦ વાગ્યે પૂરી થઈ હતી. મહાયુતિ ગઠબંધનમાં, ત્રણેય પક્ષો એ વાત પર પણ સહમત થયા છે કે પાર્ટીની એન્ટિ-ઈન્કમ્બન્સી દૂર કરવા માટે, તે બેઠકોની આપસમાં અદલાબદલી કરવી જોઈએ. સુત્રોનું માનીએ તો મોડી રાત્રે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ભાજપ લગભગ ૧પ૧ બેઠકો પર ચૂંટણી લડી શકે છે, જ્યારે શિવસેના ૮૪ બેઠકો પર ચૂંટણી લડી શકે છે અને એનસીપી લગભગ પ૩ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. ત્રણેય પક્ષો ટૂંક સમયમાં સંયુકત પ્રેસ કોન્ફરન્સ કરશે. કેટલીક સીટો પર નિર્ણય હજુ બાકી છે. અમિત શાહે બેઠક દરમિયાન સૂચન કર્યું છે કે બાકીની બેઠકો પર રાજ્યના નેતાઓએ સાથે મળીને નિર્ણય કરવો જોઈએ. આ સાથે અમિત શાહે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરવા પણ સૂચના આપી છે.

ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને મહાયુતિ કહેવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલમાં ભાજપના ૧૦૩ ધારાસભ્યો છે. શિવસેેના પાસે ૩૭, એનસીપી પાસે ૩૯ ધારાસભ્યો છે. જ્યારે નાના પક્ષોના ૯ સભ્યો અને અપક્ષો પણ વિધાનસભામાં છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસ, શરદ પવાર જૂથ અને ઉદ્વવ ઠાકરેનું ગઠબંધન વિપક્ષમાં છે. કોંગ્રેસ પાસે ૩૭ ધારાસભ્યો છે, શિવસેના યુબીટી પાસે ૩૭ ધારાસભ્યો છે, એનસીપી (શરદ ચંદ્ર પવાર) પાસે ૧૩ ધારાસભ્યો છે. એક અપક્ષ સભ્ય પણ ગઠબંધનનો ભાગ છે. તે જ સમયેે, તેઓ ભારતીય શેતકરી વર્કર્સ પાર્ટીના ધારાસભ્ય છે. આ સાથે મહારાષ્ટ્ર વિધાનસભામાં એમઆઈએમના ર, સમાજવાદી પાર્ટીના ર અને સીપીઆઈ(એમ)ના એક ધારાસભ્ય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh