Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ખેડૂતોને આધારની જેમ ફાર્મર આઈડી અપાશે

પી.એમ. કિસાન નિધિ માટે નોંધણી ફરજિયાતઃ

જામનગર તા. ૧૯: રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીડીની જેમ ફાર્મર આઈડી મળશે. આ માટે ખેડૂત નોંધણી શરૂ થઈ રહી છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે.

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં ૧પ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે. તા. રપ નવેમ્બર પહેલા પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની થશે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે. ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકશે.

રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત છે. ખોટી નોંધણી રદ્ થશે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે. તેમજ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે.

ખેડૂતોએ આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને ૭-૧ર, ૮ અ ની વિગત સાથે ગ્રામ પંચાયત કચેરીએ વીસીઈનો સંપર્ક કરવા મદદનીશ ખેતી નિયામક જામનગરે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh