Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ ગરબી મંડળોના આયોજકો તથા સ્થાનિક અગ્રણીઓ જોડાયા
ખંભાળીયા તા. ૧૯: ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ ખંભાળીયાના વિવિધ ગરબી મંડળોની મુલાકાત લઈને આયોજકોને તથા બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
ખંભાળીયા પાલિકા દ્વારા ચાલતા ગરબા મંડળ જેમાં વિશાળ સંખ્યામાં પહેલા બાળાઓ તથા પછી યુવાનો રમે છે તેની મુલાકાત લીધી હતી તથા લોકોને સંબોધન કર્યું હતું. જેમની સાથે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, એભાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, યોગેશભાઈ મોટાણી, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જીજ્ઞેશભાઈ પરમાર, ભીખુભા જેઠવા, પી.એમ. ગઢવી, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, પૂર્વ પાલિકા પ્રમુખ જૈમિનીબેન મોટાણી જોડાયા હતાં.
ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં ૩૦૧ બાળાઓ સાથે યોજાતી ચામુંડા ગરબી મંડળની પણ મુલાકાત લીધી હતી. જેમાં જયેશભાઈ ગોકાણી પૂર્વ પાલિકા પ્રમુખ તથા નવીનભાઈ જોશી વગેરે આગેવાનો જોડાયા હતાં.
ખંભાળીયામાં પ્રાચીન પરંપરાથી ચાલતી પાલિકાના કારોબારી પ્રમુખ રેખાબેન ખેતિયા સંચાલિત મચ્છુમાં ગરબી મંડળ, અબોટી બ્રહ્મ સમાજની ગરબી તથા પ્રાચીન રાસ પણ તેમણે નિહાળ્યા હતાં જેમાં શંકરભાઈ અબોટી તથા આગેવાનો જોડાયા હતાં. ખંભાળીયામાં યુવા યદુવંશી આયોજીત ગરબા મંડળની રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. જેમની સાથે એભાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, પ્રતાપ પિંડારીયા જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial