Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૧ લાખ ૩૦ હજાર દંડપેટે ભરવા હુકમઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીને રૂ.૧ લાખ ૩૦ હજારના ચેક પરના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના પાર્થ હીરાભાઈ ઘેડીયા નામના આસામીએ પોતાની જરૂરિયાત માટે રૂ.૧ લાખ ૩૦ હજાર દિગ્વિજયસિંહ જાડેજા પાસેથી હાથઉછીની લઈ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તે અંગે નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, રામદે ગઢવી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial