Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠાકોરજીને દૂધ-પૌઆનો મહાપ્રસાદ
સલાયા પાસે આવેલ બારા ગામે પ્રસિદ્ધ શ્રી જમુનેસ મહાપ્રભુજીની બેઠકે શરદ પૂનમની રાતે ભવ્ય ધાર્મિક રાસોત્સવ યોજાયો હતો. જેમાં વર્ષમાં ફકત એક શરદ પૂનમની રાતે ઠાકોરજીના ચિત્રજીને બહાર ચંદ્રના અજવાળામાં પધરાવવામાં આવે છે. તેમજ દૂધ-પૌઆ અને મેવાનો ભોગ ધરવામાં આવે છે. આ પ્રસંગ વર્ષમાં એકવાર જ આવે છે કે ઠાકરોજીના ચિત્રજીને નિજ મંદિર બહાર પધરાવાય છે અને ઠાકોરજી સમક્ષ કીર્તન સાથે ભાઈઓ અને બહેનો રાસ રમે છે. તેમજ ઠાકોરજીના ગુણગાન ગાય છે. રાત્રિના અંતે ઠાકોરજીના ધરાવેલ દૂધ-પૌઆનો મહા પ્રસાદ વૈષ્ણવો લઈ ધન્ય થાય છે, આ ધાર્મિક રીતે શરદ પૂનમના યોજાતા રાસોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો પધારે છે. ઠાકોરજીને સુંદર શણગાર શ્રી કિશોર અદા દ્વારા કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial